રાજકોટમાં કોંગ્રેસ લાઈમ લાઈટ માં આવતું જાય છે?
રાજકોટ: રાજકીય વિશ્લેષકો ના મતે હાલ જ્યારે લોકસભાનું ઇલેક્શન નજીક છે અને વાતાવરણ ચૂંટણીમય થતું જાય છે ત્યારે કોંગ્રેસ ફરી આળસ મરડી અને બેઠી થતી હોય તેવું લાગી રહ્યું છે.
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ છૂટક છૂટક વિરોધ દર્શાવતી હતી અને વિરોધ પ્રદર્શનમાં પણ 10- 15 આગેવાનો કાર્યકરો સિવાય કોઈ રજૂઆત કરવામાં દેખાતું નહીં પરંતુ છેલ્લા દસ પંદર દિવસથી કોંગ્રેસની વિરોધ કરવાની પેટર્ન બદલાઈ છે.
રાજકોટમાં Kanya Rashiના બે નેતાઓ વચ્ચે ટક્કરઃ કૉંગ્રેસ Purushottam Rupala સામે આ નેતાને આપશે ટિકિટ?
વિરોધ પ્રદર્શનમાં હવે કાર્યકરોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે પહેલા સૂત્રોચ્ચાર કરવામાં શરમ અનુભવતા હોય તેમ બે ત્રણ વ્યક્તિઓ જ બોલતા પરંતુ હવે ખુલીને સૂત્રોચાર થવા મંડ્યો છે.
પહેલા વિરોધ પ્રદર્શનમાં ઉગ્ર વિરોધ ન થતો પરંતુ હવે ઉગ્ર રીતે રજૂઆત શૈલી અપનાવવામાં આવી છે. પ્રિન્ટ અને વિઝ્યુઅલ મીડિયા પણ પહેલા કોંગ્રેસના કાર્યકર્મોને બહુ ધ્યાનમાં લેતા નહીં પરંતુ જે રીતે કોંગ્રેસ કાર્યક્રમમાં આપતી જાય છે તે પ્રમાણે હવે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા કોંગ્રેસને પણ સમાચારમાં સ્થાન આપવા માંડી છે.
ખરેખર તો વિરોધ કેમ કરાય તે ભારતીય જનતા પક્ષ પાસેથી કોંગ્રેસે શીખવાની જરૂર છે. તેમની સૂત્રોચ્ચારની એક લઢણ, તીવ્રતા જુદા જ પ્રકારની હોય છે.
રાજકોટ ખાતે કોંગ્રેસે હજુ લોકસભા નો ઉમેદવાર જાહેર કર્યો નથી પરંતુ એક નામ પરેશ ધાનાણીનું પણ આવે છે પરેશ ધાનાણી લેવા પટેલ સમાજમાંથી એક લડાયક નેતા તરીકે નામના ધરાવે છે બની શકે કે કોંગ્રેસ હવે નક્કી કરીને બેઠી હોય કે યુદ્ધ એ જ કલ્યાણ. એટેક ઇઝ ધી બેસ્ટ ડિફેન્સ. આમ રાજકીય વિશ્લેષકોના મતે કોંગ્રેસનું સ્વરૂપ બદલાતું હોય તેવું લાગી રહ્યું છે.
આ તકે એક ટકોર એ પણ કરવા જેવી છે કે કોંગ્રેસમાં જૂથવાદ તો છે જ જો તે સમાપ્ત થઈ જાય અને દરેક જૂથ એક થઈ લડત આપે તો ચૂંટણીનો માહોલ હજુ પણ સરસ રીતે જામી શકે તેમ છે.