પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર રમ્યા ઈમોશનલ કાર્ડ, પાઘડી ઉતારી મત માગ્યા
લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે, ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મતદાતાઓ રિઝવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ઉમેદવારો મત માગવા માટે અવનવા પેંતરા અજમાવી રહ્યાં છે. જેમ કે પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઇમોશનલ કાર્ડ રમ્યા હતા.
ચંદનજી ઠાકોરના નિવાસ્થાને રાત્રે માલઘારી સમાજની બેઠક મળી હતી, જેમાં માલધારી સમાજના આગેવાનોએ ચંદનજીને પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. જે બાદ એ જ પાઘડી ઉતારી ચંદનજીએ માલધારી સમાજ સમક્ષ ધરી અને પાઘડીની લાજ રાખવા અપીલ કરી હતી. જેમાં માલઘારી સમાજના આગેવાનો તેમજ રાઘનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ સમક્ષ પાઘડી ઉતારી મત માગ્યા હતા.
આ પણ વાંચો : કૉંગ્રેસની વધુ એક યાદી બહાર પડીઃ અત્યાર સુધીમાં 240 ઉમેદવારની જાહેરાત
ચંદનજી ઠાકોરે પોતાના નિવાસ સ્થાને મળેલી રબારી સમાજની ભરી સભામાં પાઘડી ઉતારી મત માલધારીઓ પાસે મતો માગ્યા હતા. ચંદનજી ઠાકોરે પાઘડીની લાજ ન જવા દેવા રબારી સમાજને આહવાન કર્યું હતું. ચંદનજી ઠાકોરે પાઘડી ઉતારીને રઘુ દેસાઈના હાથમાં આપી હતી અને રઘુ દેસાઈએ સમાજ આગળ પાઘડી ધરીને પાઘડીની લાજ રાખવા સમાજને વિનંતી કરી હતી.
ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ચંદનજીએ ઈમોશનલ કાર્ડ રમ્યું હતું. એક દિવસ પહેલા હારીજના પીપલાણા ગામે સાસરીમા પત્નીના મામેરાના નામે મત માગ્યા હતા. પીપલાણા ગામના જમાઈ તરીકે મત માગ્યા બાદ હવે માલઘારી સમાજ સમક્ષ પાઘડી ઉતારી ફરી મત માગ્યા હતા.