Gujarat માં કોલ્ડ વેવ, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ત્રણ દિવસથી ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અત્યારે ભારે હિમ વર્ષા થઈ રહી છે. જેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે. જેમાં જેમાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે .જ્યારે ઓખામાં 20.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસામાં 10.3, ગાંધીનગરમાં 10.1, વડોદરામાં 10.2, કંડલા એરપોર્ટમાં 10.2, કેશોદમાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
6.4 ડિગ્રીથી લઈને 20.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન
ત્યારે હવામાન વિભાગે આગામી દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આજે સવારથી જ ગુજરાતમાં લોકોને પહાડી રાજ્યો જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાતમાં કડકડતી ઠંડીનો દોર શરુ થઈ ગયો છે. ભાર ઠંડીના પગલે જનજીવન પર અસર પડી રહી છે. ગુજરાતના તાપમાનની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં 6.4 ડિગ્રીથી લઈને 20.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં લધુત્તમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું હતું.
Also Read – દિલ્હીના પ્રદૂષણની કયા વાત જ રહી! ગુજરાતના આ શહેરોનો પણ ટોપ 9માં સમાવેશ
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, બોટાદ, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ જામનગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી શક્યતા છે.ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, રાજકોટ,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, મોરબી, કચ્છ, દાહોદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપામાન રહે તેવી શક્યતા છે.