Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં નવા જૂની થશે! આવતીકાલે પટેલ-પાટીલની સંયુક્ત પત્રકાર પરિષદ

નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કે પછી મંત્રીમંડળનું વિસ્તરણ? પ્રધાનો પર લટકતી તલવાર

નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કે પછી મંત્રીમંડળનું વિસ્તરણ? પ્રધાનો પર લટકતી તલવાર

ગાંધીનગર/સુરતઃ ગુજરાતમાં દિવાળી પહેલા નવા જૂની થવાના એંધાણ છે. પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત તેની અટકળો વધી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આવતીકાલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ સવારે 10.15 કલાકે કમલમ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ યોજશે, જેમાં કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. નવા પ્રદેશ પ્રમુખનું નામ આવતીકાલે જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં, એવી સૂત્રોએ જણાવ્યું હતું.

2022 બાદ મંત્રીમંડળમાં કોઈ ફેરફાર નથી થયો

આવતીકાલે નવા પ્રદેશ પ્રમુખના નામની સાથે સાથે કદાચ મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે. 2022માં શપથ લીધા બાદ મંત્રીમંડળમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ માહિતી એવી મળી છે કે, કેટલાક પ્રધાનો પોતાને સોંપવામાં આવેલી કામગીરીમાં ખરા ઉતર્યા નથી. જેના કારણે તેમને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. એટલું જ નહીં, પરંતુ નવા મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ છે.

ગુજરાત ભાજપના પ્રમુખ પદેથી વિદાય થઈ રહેલા સી આર પાટીલને શું રહી ગયો વસવસો?

નવા મંત્રીમંડળમાં યુવા ચહેરાઓને સ્થાન મળશે

ખાસ કરીને વાત કરવામાં આવે તો, નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર, અમિત ઠાકર, હાર્દિક પટેલ જેવા યુવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. એટલું જ નહીં, પરંતુ હમણાં જ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા અર્જુન મોઢવાડિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ સાથે વડોદરાના કેયૂર રોકડિયાનું નામ પણ ચર્ચામાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે, તેની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવી, આવતીકાલે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત થશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.

ભાજપ સ્થાપના દિવસ: PM મોદીએ પાઠવી શુભેચ્છા, સુરતમાં સી. આર. પાટીલે કરી ઉજવણી

12 જેટલા પ્રધાનોનું પત્તુ કપાઈ શકે છેઃ સૂત્રો

મહત્વની વાત એ છે કે, મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેમાં 12 જેટલા પ્રધાનોનું પત્તુ કપાઈ શકે છે. જો કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મપ્રધાન હર્ષ સંઘવી, સહકારિતા પ્રધાન જગદીશ વિશ્વકર્મા, સ્વાસ્થ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતનું પદ સચવાઈ જશે. બાકીના 12 પ્રધાનોને મંત્રીમંડળ છોડવું પડી શકે છે. હવે જોવાનું એ રહે છે કે, આવતીકાલે સંયુક્ત પત્રકાર પરિષદમાં કેવી જાહેરાતો કરવામાં આવે છે?

દિલ્હીમાં સી આર પાટીલના નિવાસ સ્થાને યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં શું પીરસવામાં આવ્યું? PM Modi પણ રહ્યા હાજર

ભાજપ ગુજરાતમાં કોને પ્રદેશ પ્રમુખ બનાવશે?

મંત્રીમંડળનું વિસ્તરણ થવાની અટકળો વચ્ચે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ બંને સંયુક્ત પત્રકાર પરિષદ યોજવાના છે. હમણાં જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સીઆર પાટીલના ઘરે મુલાકાત માટે ગયાં હતાં. તેવામાં આવતીકાલની પ્રેસ કોન્ફરન્સ ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. શું ગુજરાતમાં બીજેપીના પ્રદેશ પ્રમુખ પદે સીઆર પાટીલની જગ્યાએ કોઈ બીજાનું નામ જાહેર થશે? અને જો નવું નામ હોય તો કોનું હશે? આવા અનેક સવાલો થઈ રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ હોવાથી પ્રદેશપ્રમુખ પદે કોઈ બીજાનું નામ જાહેર થશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button