આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

ગીર આસપાસના શહેરોમાં સાવજ તો ઘુસે જ છે હવે મગર પણ બહાર નીકળી આવ્યા બોલો

જુનાગઢઃ જૂનાગઢ નજીક આવેલા સાસણ ગીના સાવજો હવે છેક અમરેલી અને માંગરોળ શહેર સુધી પહોંચી ગયા છે અને અહીંના છેવાડાના વિસ્તારોમાં ફરતા જોવા મળે છે. રહેઠાણ વિસ્તારમાં ઘુસતા, લટારો મારતા પણ જોવા મળે છે. ત્યારે જૂનાગઢમાં હવે બે મગર પણ જોવા મળ્યા હતા.

બન્યુ એમ કે જૂનાગઢના ભવનાથમાં દામોદર કુંડ ખાતે ગતરોજ એક સાથે બે મગર પાણીમાં તણાઈને આવી ચડ્યા હતા. જેને જોતા દામોદર કુંડ ના સેવકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા બન્ને મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દામોદર કુંડમા મગર આવી ચડયાની જાણ થતા તેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી મુજબ જિલ્લામાં ચોમાસાની સીઝનમાં નદી-નાળા આસપાસ અવાર નવાર મગર બહાર નિકળવાનો સિલસિલો દર વર્ષે જોવા મળે છે. ત્યારે ભારે વરસાદના પગલે ગતરોજ પાણીના વહેણ સાથે બે મગર ભવનાથમાં દામોદરકુંડમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ફોરેસ્ટ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે દોરડા વડે અને ગાળીયા બનાવીને ભારે જહેમત બાદ બન્ને મગરને રેસક્યું કર્યા હતા મગરને પકડીને ફોરેસ્ટના વાહનમાં લઇ જઈ બંને મગરને વિલિંગડન ડેમમાં મુક્ત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ડેમમાં આશરે 100 થી વધુ મગર વસવાટ કરે છે. રેસક્યુ કરવામાં આવતા તમામ મગરોને અહીં જ છોડવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button