આપણું ગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ રસ્તાઓના સમારકામ માટે કરી આટલા કરોડની ફાળવણી

ગુજરાતનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ શહેરી સુવિધાઓને વધુ મજબૂત બનાવી ચોમાસા પછી રસ્તાઓના રિસરફેસ અને સમારકામ કરવા નગરપાલિકાઓને રૂપિયા 100 કરોડ ફાળવ્યા છે. પ્રતિ વર્ષ મુખ્યમંત્રી અને સરકારનો આવો જ અભિગમ રહે છે કે, જનસુખાકારી અને સુવિધાઓથી નાગરિકો વંચિત ના રહે.કારણ કે ચોમાસુ રાજયભરના શહરો અને ગામડાઓના રસ્તાઓની સ્થિતિ રીતસર બગાડી નાખે છે. અને મુખ્યમંત્રી અડીખમ છે જન સુવિધાઓ માટે. પણ સરકારી બાબુઓની ઈચ્છાશક્તિના અભાવે સરકારની ખાસ યોજના પર વરસાદી પાણી ફરી વળે છે.

ગુણવતાયુક્ત રસ્તાઓ બનાવવાના બદલે આ સરકારી નાણાંને ભ્રસ્ત્રાચાર રૂપી અજગરી ભરડાની માનસિકતા, બાબુઓ, વચેટિયા અને કોંટ્રેક્ટરોમાં થઈ ગઈ છે.પરિણામે, દર ચોમાસા પછી સરકારે ફાળવેલા આ નાણાં પર કોઈ દેખરેખ કે નિયંત્રણ નથી. પણ અગેન, ઈચ્છાશક્તિ હોય તો.

નગરો-શહેરોમા વસવાટ કરતાં લોકોને સારા રસ્તાની સુવિધા સાથે માર્ગ સલામતી મળે અને ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય એવો જનહિત ઉદ્દેશ્ય મુખ્યમંત્રીએ આ નાણાં ફાળવણીમાં રાખ્યો છે.

આપણ વાંચો: દેશભરના રાજ્યોમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી ગુજરાતે બે વર્ષ પહેલા બનાવી અમલી-મુખ્યમંત્રી

રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે શહેરો , નગરોના રસ્તાઓને થયેલું નુકશાન દુરસ્ત કરવા નગરપાલિકાઓ પોતાનું આગોતરું આયોજન અત્યારથી જ હાથ ધરી શકે તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાં ફાળવણી એડવાન્સમાં કરવાનો અભિગમ અપનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે શરૂ કરેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાં ફાળવ્યા છે.

આ અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ૨૦૨૪-૨૫ના વર્ષ માટે શહેરી વિકાસ વિભાગે 400 કરોડ રૂપિયાની ગ્રાન્ટની જોગવાઈઓ કરેલી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 157 નગરપાલિકાઓમાં રસ્તાના રિપેરીંગ-રિસરફેસીંગની કામગીરી ચોમાસું પૂરું થયે વહેલી તકે શરૂ થઈ શકે અને નાગરિકોને ત્વરાએ સારા સુવિધા યુક્ત માર્ગો ઉપલબ્ધ બને તે માટે નગરપાલિકાઓની કેટેગરી મુજબ કુલ 100 કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ આપી છે.

તદ્અનુસાર ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 1 કરોડની, ‘બ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ.80 લાખ, ‘ક’ વર્ગની 60 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 60 લાખ અને ‘ડ’ વર્ગની 45 નગરપાલિકાઓને પાલિકા દીઠ રૂ. 40 લાખની સૂચિત ફાળવણી માર્ગોની મરામત વગેરે કામો માટે કરાશે.

આ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ 2023-24 સુધીમાં નગરપાલિકાઓને માર્ગ મરામત અને સુવિધાયુક્ત માર્ગો માટે કુલ 810.95 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપેલી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે