આપણું ગુજરાત

છોટા-ઉદેપુર ડમી કચેરી કૌભાંડમાં ગુજરાતના મોટા માથાની સંડોવણીની આશંકા, આરોપીની માતાએ કર્યો બચાવ

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં નકલી સરકારી કચેરી ઉભી કરીને 4 કરોડથી વધુ રૂપિયાની સરકારી ગ્રાન્ટની ઉચાપતના કૌભાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આજે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

આ અંગે બોડેલીના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ધવલ પટેલે નિવેદન આપ્યું હતું કે પ્રાયોજના વહીવટી અધિકારીના કામના આયોજન માટે બેઠક બોલાવી હતી એ સમયે બેઠકમાં ખોટી દરખાસ્તો ધ્યાનમાં આવી હતી. આદિવાસી વિસ્તારના કામોની ચર્ચા થઇ ત્યારે સંદીપ રાજપૂત નામનો કોઇ વ્યક્તિ કામ કરતો નથી તેવો ઘટસ્ફોટ થતા અમે તરત જ પોલીસને તપાસ સોંપી દીધી હતી.

પોલીસે આરોપી સંદીપ રાજપૂત અને અબુ સૈયદ નામના તેના સાગરિતને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સમગ્ર કૌભાંડમાં સિંચાઇ વિભાગના કર્મચારીઓ પણ સંકળાયેલા હોય તેવી શક્યતા છે. આ બધા વિવાદ વચ્ચે આરોપીની માતાનું નિવેદન સામે આવ્યું છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ આરોપીની માતાએ જણાવ્યું છે કે તેના ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી આ કેસમાં તેને ફસાવવામાં આવ્યો છે.

મારો દીકરો કોઇ ફરદીન કરીને માણસ છે એના માટે કામ કરતો હતો. આ કાંડમાં અનેક મોટામાથા સંડોવાયેલા છે અને મારા પુત્રનું નામ ખોટી રીતે લેવાઇ રહ્યું છે. તેણે જો કૌભાંડ જ કરવું હોત તો તે મકાન લોન પર શું કામ લે, તેવું આરોપીની માતા જણાવી રહી છે.

જો કે પ્રાયોજના વહીવટદારની કચેરી અને સિંચાઇ વિભાગના અધિકારીઓ સામે પણ આ કેસમાં તપાસ થવી જોઇએ. કૌભાંડનો આંકડો આટલો મોટો હોય ત્યારે સ્વાભાવિક છે કોઇ એક વ્યક્તિનું આ કામ ન હોઇ શકે. આવનારા દિવસોમાં હવે તપાસનો રેલો ક્યાં આવી પહોંચે છે તે જોવું રહ્યું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker