Gujarat ના વાતાવરણમાં પલટો આવશે, હવામાન વિભાગે કરી આ આગાહી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)આગામી 48 કલાકમાં હવામાનમાં પલટો આવવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના લીધે રાજ્યના મિશ્ર ઋતુની અસર રહેશે. જેના લીધે અનેક જિલ્લામાં ગરમીનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના જીલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
41.6 ડિગ્રી સાથે મહુવા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું
ગુજરાતમાં મિશ્ર ઋતુ વચ્ચે રવિવારે તાપમાનમાં વધારો થયો હતો. ગુજરાતમાં મહત્તમ તાપમાને 41 ડિગ્રીની સપાટી વટાવી હતી. ગુજરાતમાં 30.4 ડિગ્રી અને 41.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. 41.6 ડિગ્રી સાથે મહુવા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 30.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો: બે લાખ ફોટોગ્રાફ્સમાં કચ્છના આ યુવકની તસવીરે મેળવ્યું બીજું સ્થાન
ગાજવીજ સાથે હળવા થી મધ્યમ કમોસમી વરસાદની સંભાવના
હવામાન વિભાગની અનુસાર, મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ્ સક્રિય થઈ રહ્યું છે જેના કારણે 31મી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે. 31મી માર્ચે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદની સંભાવના છે.જ્યારે 1 એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: પોલીસને હંફાવે એવો કેસ એક શ્વાને ચપટી વગાડતા ઉકેલી દીધો, જાણો અમદાવાદના આ કિસ્સા વિષે…
2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમા માવઠાની શક્યતા
તેમજ 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ માવઠાની શકયતા છે.