ભર ચોમાસે કેમ વા’યા ચૈતરના વાયરા ?
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં દર માસના ત્રીજા શનિવારે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને MP MLA સહિતના જિલ્લા શાખા આધિકારીઓ સાથે જિલ્લાના લોકહિતના પ્રશ્નોના નિરાકરણ માટે સંકલન સમિતિની બેઠક મળતી હોય છે. પરંતુ દર માસની મિટીંગો માત્ર કોરમ પુરૂ કરવા જ બોલાવવામાં આવે છે, લોકહિતના પ્રશ્નોનોનું નિરાકરણ આવતુ નથી.
ગુજરાતના 41 જેટલા તાલુકાઓનો સમાવેશ વિકાસશીલ તાલુકાઓમાં કરવામાં આવ્યો છે. જેમાં ડેડિયાપાડા અને સાગબારાનો પણ સમાવેશ થાય છે, આ તાલુકાઓના વિકાસ માટે વિશેષ ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વકરતો Chandipura virus, 61 શંકાસ્પદ કેસ, 21ના મોત
ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં 4 કરોડની ગ્રાન્ટના આયોજનમાંથી 200 જેટલા ખેડુતોને જુથ સિંચાઈ બોરવેલ કરી આપવા પ્રભારી સચિવએ મંજુરી આપી હતી. બાદમાં જિલ્લા આયોજન અધિકારી અને એજન્સીઓ દ્વારા આ આયોજન ફેરવીને તળાવો ઊંડા કરવા અને ચેકડેમો બનાવવાની મંજુરી આપી ૪ કરોડ રૂપિયાનું બારોબાર આયોજન કરી દેતા દેવામાં આવ્યું છે જેના કારણે આજે કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેસવું પડ્યું છે.
આ સિવાય મનરેગા, બંધારણની કલમ 275 , IWMP,વન વિભાગની ગ્રાન્ટનું બારોબાર આયોજન કરી ગેરરીતી કરાતી હોવાની અનેક ફરિયાદો ઊઠી હોવા છતાં કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી નર્મદા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી,પોલીસ અધિક્ષક, પ્રયોજના વહીવટદારની કમીટી દ્વારા રૂબરૂ મળી બાહેંધરી આપી છે માટે ધરણાં સમાપ્ત કર્યા છે.