અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડ રુપિયાનો ગાંજો પકડાયો, સાત આરોપી ઝડપાયા
Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)પરથી અવારનવાર ડ્રગ્સ, સોનાની દાણચોરી સહિતના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે દિવાળીના તહેવારને સમયે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) પરથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે. અમદાવાદ એરપોર્ટથી સાત કિલોથી વધુના હાઇબ્રિડ ગાંજાના (hybrid cannabis) જથ્થા સાથે એક મહિલા સહિત કુલ 7 આરોપી ઝડપાયા (seven individuals including one woman)હતા. આ જથ્થાની કુલ કિંમત અંદાજે રૂ. બે કરોડથી વધુની છે. ઝડપાયેલા આરોપીઓમાં સરફરાઝ, શોએબ, યુસુફ અને નદીમ જૂનાગઢના રહેવાસી છે. આ આરોપીઓ પ્રત્યેક ટ્રિપ માટે રૂ. 10 હજાર મળતા હતા.
આ પણ વાંચો : અમદાવાદના જુહાપુરામાં ગેરકાયદે રહેણાંક બાંધકામો પર ફર્યું બૂલડૉઝર
થાઈલેન્ડથી (Thailand) સાત લોકો 2.11 કરોડનો હાઈબ્રિડ ગાંજો લઇને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર સીસીટીવી કેમેરામાં આરોપી મનીષ ખરડી તેના સાથી અશરફને બેગ આપતો હોવાનું જણાયું હતું, પરંતુ અશરફ ફરાર થઈ ગયો હતો. તેની બેગમાંથી 1.75 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો.
આ પણ વાંચો : લ્યો કરો વાત! ખુદ ASI જ દારૂ પીને DYSP કચેરીમાં પહોંચ્યા: અંતે ધરપકડ
ડીસીપી ઝોન ચારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વ્યક્તિઓ વિયેતનામથી ગાંજો લાવી રહ્યા હતા અને તેને અમદાવાદ, ગાંધીનગર અને કાલાવાડના વેપારીઓને વેચવાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે ગાંધીનગરના પેથાપુરની રહેવાસી મનીષા ખરાડી નામની યુવતી તેના પ્રેમી અશરફખાન ઉર્ફે સમીરના કહેવાથી થાઈલેન્ડની ટ્રિપ પરથી પાછા આવી રહેલા લોકોની બેગમાં હાઈબ્રિડ ગાંજો છુપાવતા હતા. પોલીસે એક મહિલા સહિત કુલ સાત આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપી અશરફખાનની શોધખોળ હાથ ધરી હતી.