આપણું ગુજરાત

C J Chavda: કોંગ્રેસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરતા, મેં રાજીનામુ આપ્યું, સી. જે.ચાવડાનો ખુલાસો

ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા આજે ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. વિજાપુર મતવિસ્તારના વિધાનસભ્ય સી.જે. ચાવડાએ આજે રાજીનામું આપી દીધું હતું. રાજીનામુ આપ્યા બાદ કોન્ફરન્સમાં તેમણે કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ કર્યો હોવાને કારણે રાજીનામું આપ્યું છે.

પ્રેસ કોન્ફરન્સમાં સી.જે. ચાવડાએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પનોતા પુત્રો છે, તેઓ દેશ દાઝથી કામ કરી રહ્યા છે. કોંગ્રેસ તેમનો ખોટો વિરોધ કરી રહી છે. ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાનો કોંગ્રેસે વિરોધ કરતા હું રાજીનામુ આપું છે. દેશ હિતમાં થતાં કર્યો અને નિર્ણયોનો કોંગ્રેસ ખોટો વિરોધ કરે છે.

તેમણે કહ્યું કે,“મેં પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહને પણ રાજીનામું સોપ્યું છે. ઉપરાંત પક્ષના દંડક તરીકે અમિત ચાવડાને પણ રાજીનામું આપ્યું છે. 25 વર્ષ સુધી મેં કૉંગ્રેસમાં સેવા કરી પક્ષ સામે સામે કોઈ ફરિયાદ નથી, પાર્ટીએ મને ઘણું આપ્યુ છે, નરેન્દ્ર મોદીની દેશ અને દુનિયામાં લોકચાહના છે. વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રનું ગૌરવ વધાર્યુ છે. હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન નથી બનવા માગતો.”

સી.જે. ચાવડા ભાજપમાં જોડાશે એ લગભગ નક્કી છે. આ અંગે તેમણે કહ્યું કે, મતદારો સાથે ચર્ચા બાદ આ અંગે નિર્ણય કરીશ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button