આપણું ગુજરાત

કચ્છમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે બીએસએફે એક પાકિસ્તાની નાગરિકની અટકાયત કરી

અમદાવાદ: બોર્ડર સિક્યોરિટી ફોર્સે શનિવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક પાકિસ્તાની નાગરિકની અટકાયત કરી હતી. બીએસએફ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ એક પાકિસ્તાની નાગરિકની અટકાયત કરવામાં આવી હતી. પાકિસ્તાની નાગરિકની ઓળખ 30 વર્ષીય મહેબૂબ અલી તરીકે થઈ છે, જે પાકિસ્તાનના સિંધ પ્રાંતના બદીન જિલ્લાનો રહેવાસી છે.

શનિવારે બીએસએફના એક પેટ્રોલિંગ યુનિટે ભારત-પાકિસ્તાન સરહદ નજીક શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી. જે બાદ બીએસએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી હતી. બિએસએફના જણાવ્યા મુજબ, તેને હરામી નાળાના ઉત્તરીય છેડેથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

આ સાથે બિએસએફના અધિકારીઓએ પાકિસ્તાની નાગરિકના કબજામાંથી એક ઘુવડ પણ કબજે કર્યું છે. પકડાયેલા પાકિસ્તાની નાગરિકે જણાવ્યું કે હતું કે તે પક્ષીઓ અને કરચલાઓ પકડવા માટે ભારતીય વિસ્તારમાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હરામી નાળા કચ્છ જિલ્લામાં પાકિસ્તાનની સીમા નજીક આવેલો દલદલ વાળો વિસ્તાર છે, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રાકૃતિક સરહદ તરીકે કામ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button