આપણું ગુજરાત

ભ્રષ્ટાચારની પેટર્ન બદલાઈઃ દ્વારકા-સુરત પછી વલસાડનો વારો, ઉમરસાડીનો પેડેસ્ટલ બ્રિજ ધોવાયો

ગુજરાતમાં ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નિર્મણાધીન કે નવનિર્મિત રસ્તાઓ અને બ્રિજમાં ગાબડા પડવાની અને ખાડા પડવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બંધાયેલા પૂલ કે રસ્તાઓ 12થી 15 ઇંચ વરસાદનો માર ઝીલી ના શકતા હોય અને ગાબડાં પડવા કે સળિયા દેખાઈ જવા એ બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારનો મજબૂત પુરાવો છે.

દેવભૂમિ દ્વારકામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અને વડા પ્રધાન મોદીએ લોકાર્પણ કરેલા સુદર્શન બ્રિજમાં ગાબડાં બહાર આવતા ગુજરાતની જાણતા ચોંકી ગઈ. પણ વહીવટી તંત્રના પેટનું પાણી પણ નથી હલ્યું. તો સુરતમાં નિર્માણાધીન બ્રિજની સ્થિતિ સામે આવતા ફરી ગુજરાત ચોંકી ગયું. અને હવે ચોંકી જવાની પણ ટેવ પડી જાય તેવી ઘટના ઘટી છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડીમાં સાડા નવ કરોડના ખર્ચે બની રહેલા પેડેસ્ટલ બ્રિજનો પીલર ખાડીમાં આવેલા પાણીના કારણે ઉખડી જતો જોવા મળ્યો. ગુજરાતમાં લાંબા સમયથી પાલિકા, નગરપાલિકા,મહાનગર પાલિકામાં ‘વહીવટ રત્’ ભાજપાઈ સરકારના અધીનસ્થ વિભાગોમાં કેટલો મોટો ભ્રષ્ટ્રાચાર થતો હશે તેની માત્ર કલ્પના જ કરવી રહી.

આ પણ વાંચો: ભ્રષ્ટાચારી ભાજપે અપેક્ષા મુજબ જ કુલડીમાં ગોળ ભાંગ્યો: જીગ્નેશ મેવાણી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડીમાં સાડા નવ કરોડના ખર્ચે બની રહેલા પેડેસ્ટલ બ્રિજનો પીલર ખાડીમાં આવેલા પાણીના કારણે ધોવાઈ જતા બે પીલર ઉખડી ગયા હતા અને એપ્રોચ બાંધકામના ટેકે રહી ગયા. આ પેડેસ્ટલ બ્રિજ 126 મીટર લાંબો અને સાડા પાંચ મીટરની પહોળાઈ ધરાવતો હતો અંદાજે 9.50 કરોડના ખર્ચે આ બ્રિજ વલસાડના માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ સોના બિલ્ડર નામક એજન્સી બનાવી રહી હતી.

દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાને પ્રવાસનથી વેગ આપવા સાથે અમદાવાદના સાબરમતી નદી પર બનેલા ‘અટલ સેતુ’ માફક વિકસાવાની યોજના હતી. નદીના વહેણને અટકાવીને પણ આ બ્રિજની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન જ પેડેસ્ટલ બ્રિજનો એક પોલ જમીનમાંથી ઊખડી ગયો.

ગુજરાતમાં વરસાદ સાથે રોડ -રસ્તા કે પૂલના નિર્માણમાં કરવામાં આવતા ભ્રષ્ટ્રાચારએ ‘પેટર્ન’બદલી છે. પાલિકા- મહાપાલિકા લાગતાં-વળગતાઓને ટેન્ડર આપ્યા પછી ગુણવતા કે ટકાઉપણાં કોઈ બાયેધરી લેતા નથી. અમદાવાદમાં તો કહેવાય છે કે બ્લેક લિસ્ટ થયેલા કોન્ટ્રેક્ટરો પણ મહાનગર પાલિકાની કચેરીમાં ફાઈલો લઈને ટેન્ડર ના કામ માટે આવે છે.

જનતાના નાણાંના 700 થી 900 કરોડના કામ 20-ઇંચ વરસાદ ઝીલી ના શકે તો તેની ગુણવતા પર તો સવાલ ઉઠે જ ને ? અને નાગરિકોને જે સવાલ થાય છે તેથી સ્થાનિક સતાધિશો,ધારાસભ્યો કે સાંસદોને અચરજ પણ નથી થતું ? સતાધિશો પણ ‘ઠાગા-ઠેયા કરું છું, ચાચૂંડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ આવું છું’. આ નીતિથી કામ કરતાં હોય તેવી પ્રતીતિ નાગરિકોને થયા વગર નથી રહેતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભીંડાનું પાણી પીવાના ફાયદા ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે…