આપણું ગુજરાત

Breaking: ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રાખેલ પરીક્ષાની નવી તારીખ કરી જાહેર, જાણો વિગત

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હજારો વિદ્યાર્થીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો આખરે જાહેર કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર કરી છે.

ગૌણ સેવા પસંદગી મંડળના પરિપત્ર મુજબ આગામી 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. આ પરીક્ષા 4 શિફ્ટમાં યોજવાનું આયોજન કરાયું છે. લોકસભા ચૂંટણીને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર ડાઉનલોડ કરી શકશે

ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત કરતા જણાવ્યું છે કે, જાહેરાત ક્રમાંક: 212/202324, ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 01/04/2024ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.

અગાઉ તારીખ 19/04/2024ના રોજ જણાવ્યા મુજબ પરીક્ષા કાર્યક્રમની તા.20,21,27,28 એપ્રિલ 2024 અને તારીખ 4,5 મે 2024ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલી હતી. જ્યારે તા. 08/05/2024 અને તા.09/05/2024ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલો છે.

આપણ વાંચો: ઓવૈસીનો ભાજપને ટોણો, ‘પરીક્ષામાં જય શ્રી રામ લખો તો પણ મળે છે 50 ટકા માર્ક્સ’

ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ A અને Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5,554 જગ્યાઓ પર સીધી ભરતીની માટેની પરીક્ષાનું આયોજન કરાયું છે.

આ માટે ઉમેદવારો પાસેથી 4 જાન્યુઆરી 2024થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેની CCEની પરીક્ષા ચાર સેશનમાં CBRT પદ્ધતિથી આયોજન કરવામાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે અત્યાર સુધી જે પરીક્ષા લેવામાં આવેલી છે તે યથાવજ રાખવામાં આવશે. અને મતદાન દિવસ પછીની પરીક્ષાઓ પણ તેમની તેમજ રહેશે. લોકસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા પછી ચૂંટણી પંચની મંજૂરી લઈને જે પરીક્ષા મોકુફ રાખવામાં આવેલી હતી તે લેવામાં આવશે. અને તે પરીક્ષાનો હવે નવો કોલ લેટર બનાવવામાં આવશે.

હવે આ નવી તારીખે ચૂંટણી પંચની મંજૂરી લીધા પછી જાહેર કરવામાં આવશે. જેમાં અંદાજા મુજબ ગ્રુપ A અને ગ્રુપ B ના પદો માટે સીસીઈ 2024 પરીક્ષા 1 એપ્રિલ થી 8 ને 2000 સુધી લેવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સાથેના આશરે 22 કેરેટરમાં ભરતી કરવા માટેનું નિર્ણય લેવામાં આવેલો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button