બ્રેકિંગ: ગુજરાતમાં પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર; 12,472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત!

ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. આજે સાંજે સુધીમાં ગુજરાત પોલીસ ભરતીમાં નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઈન્સપેક્ટર તથા લોક રક્ષક કેટરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) અને જેલ સિપોઈ વર્ગ 3 સવર્ગની કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ઓનલાઈન અરજીની શું છે પ્રક્રિયા?
પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો : Gujarat Police Recruitment 2024 ને લઈને નવા નિયમો જાહેર, શારીરિક-લેખિત પરીક્ષામાં કરાયા મોટા ફેરફાર
ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસ એકેડેમીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મોટી પોલીસ ભરતી અંગે સંકેત આપ્યો હતો. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી.