આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત કોંગ્રેસને ફટકોઃ દિગ્ગજ પાટીદાર નેતાએ આપ્યું રાજીનામું, ‘કમલમ’ તરફ પ્રયાણની જોરદાર ચર્ચા

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા કેસરિયા કરે તેવી ‘ગોઠવણ’ થઈ છે. કોંગ્રેસની ટિકિટ પર અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી બે વખત ચૂંટણી લડેલા ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈએ (Dhambhai Patel Resign) આજે ​​કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ‘હાથનો સાથ’ છોડી દીધો છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ ભાજપના વરિષ્ઠ નેતાઓને જાહેરમાં મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી તેમના રાજીનામાથી તેઓ ગમે ત્યારે સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે તેવી અટકળોને વેગ મળ્યો છે.

એવી પણ ચર્ચા છે કે ગત લોકસભા બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલને ભાજપ તરફથી ટિકિટ આપવાનું વચન આપવામાં આવ્યું છે. ધર્મેન્દ્ર પટેલ કે જેઓ અગાઉ ક્યારેય જીત્યા નહોતા તેઓ હવે ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. આ મહિનાના અંત પહેલા તેઓ ભાજપનો ભગવો રંગ ધારણ કરી શકે છે.

બીજી તરફ ભાજપના કાર્યકરોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપ બે-ત્રણ દાયકાના ભાજપના વરિષ્ઠ કાર્યકરોને ટીકીટ આપી રહ્યું નથી અને કોંગ્રેસમાંથી આવતા નેતાઓને તુરંત ટીકીટ આપી રહી છે જે યોગ્ય નથી. લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ ફરી એકવાર ભાજપનો ભરતી મેળો શરૂ થઈ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો