અમદાવાદઆપણું ગુજરાત

આ પરિવાર પાસેથી પ્રેરણા લેવા જેવી, તેમનું દાન કરોડોની સંપત્તિ કરતા પણ છે મહામુલું…

અમદાવાદઃ ગુજરાતીઓ પોતાની દાનવૃત્તિ માટે જગપ્રસિદ્ધ છે. ઘણા એવા શ્રીમંતો છે જે પોતાની કરોડોની સંપત્તિ, જમીન દાન માટે આપી દે છે. તો બીજી બાજુ ઘણા એવા સેવાભાવીઓ છે જે જરૂરિયાતમંદોની સેવા કરે છે, સમય આપે છે, પણ આ જ અમદાવાદના એક એવા પરિવારની વાત કરવી છે જેમણે દાન નહીં, મહાદાન કર્યું છે. આ પરિવાર ત્રણ પેઢીથી રક્તદાન કરી રહ્યો છે. અત્યાર સુધીમાં તેમણે 630 લીટર રક્તદાન કર્યું છે

આ પણ વાંચો :Navratri માં લાઉડ સ્પીકર પર 12 વાગે પછી પ્રતિબંધ, ખેલૈયાઓ દ્વિધામાં મુકાયા

27 સભ્યોના આ પરિવારમાં 16 લોકો એવા છે જેમણે 50 થી વધુ વખત રક્તદાન કર્યું છે. તે જ સમયે, તેમાંથી ચાર જણે 100 થી વધુ વખત રક્તદાન કર્યું છે. પરિવારનું કહેવું છે કે અત્યાર સુધીમાં બધાએ મળીને 1400 યુનિટ રક્તદાન કર્યું છે. લોહીનું એક યુનિટ આશરે 450 મિલી છે. આ કિસ્સામાં તેની કુલ ગણતરી 630 લિટર થાય છે.

જોકે રક્તદાન અમદાવાદની જાણે મોનોપોલી હોય તેમ લાગે છે. આખા દેશમાં રક્તદાન કરવામાં અમદાવાદ પહેલા નંબરે છે. આ શહેરમાં બે પરિવાર એવા છે જેમનો સૌથી વધુ રક્તદાન કરવાનો રેકોર્ડ છે.

પટેલ પરિવારે 1400 યુનિટ (630 લિટર) રક્તનું દાન કર્યું છે. આ સાથે માવલંકર પરિવારે 790 યુનિટ (356 લિટર) રક્તનું દાન કર્યું છે.

એક અહેવાલ અનુસાર પટેલ પરિવારમાં રક્તદાનની પરંપરા રમેશભાઈએ શરૂ કરી હતી. તેઓ સત્ય સાંઈ બાબાના અનુયાયી હતા અને દાનમાં માનતા હતા. વર્ષ 1985માં તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે થેલેસેમિયા પીડિત બાળકો માટે લોહીની અછત નહીં રહે. તેમણે 94 વખત રક્તદાન કર્યું હતું જ્યારે તેમના પુત્ર અમૂલે અત્યાર સુધીમાં 103 વખત રક્તદાન કર્યું છે.

એટલું જ નહીં પરિવારની ત્રીજી પેઢી પણ આ પરંપરાને જાળવી રહી છે.

પરિવારની દીકરી ડિમ્પલે 103 વખત રક્તદાન કર્યું છે. આ સાથે જ અમેરિકામાં રહેતા તેના માતા-પિતા પણ રક્તદાનમાં સેન્ચ્યુરી મારવાના છે.

આ પણ વાંચો :રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની સર્વગ્રાહી સમીક્ષા :ચિંતાનું કોઈ કારણ નથી:આરોગ્યમંત્રી

જ્યારે માવલંકર પરિવારે વર્ષ 1962 માં ‘ધ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી’ (IRCS) ની રચના સાથે આ મહાદાન યજ્ઞ શરૂ કર્યો હતો. ડૉ. વી.ડી. માવલંકર સમાજના અમદાવાદ એકમના સહ-સ્થાપક હતા. આ પરિવારમાં 24 રક્તદાતા છે. પરિવારના સિદ્ધાર્થ માવલંકરે અત્યાર સુધીમાં 180 વખત રક્તદાન કર્યું છે.

ડોક્ટરોની સલાહ મુજબ 3 મહિનાના બ્રેક સાથે રક્તદાન કરી શકાય છે. એટલે કે તમે વર્ષમાં ચાર વખત રક્તદાન કરી શકો છો. સિદ્ધાર્થ માવલંકરે 20 વર્ષની ઉંમરે રક્તદાન કરવાનું શરૂ કર્યું અને 45 વર્ષ સુધી સતત કર્યું છે કારણ કે તમે 65 વર્ષની વય મર્યાદા પછી રક્તદાન કરી શકતા નથી.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker