આપણું ગુજરાત

નકલી, ભેળસેળ અને નશાનું ગેટ-વે ભાજપા મોડલ : કોંગ્રેસે ચીપિયો પછાડી કહ્યું ‘આમ કરો તો જ થાય ઉદ્ધાર ‘

નકલી, ભેળસેળ અને નશાનું ગેટ-વે ભાજપા મોડલ થી ગુજરાતના 6.5 કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે. ફૂડ સેફ્ટીની તપાસના નામે વાહવાહી કરનાર ભાજપા શાસકો માનવ જીન્દગી સાથે ચેડા થવા દઈને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યાના સનસનીખેજ આરોપ મુકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તહેવારના સમય હોય કે સામાન્ય તમામ દિવસોમાં ભેળસેળનું ભાજપા મોડલ થી નાગરિકોના જીવન સાથે રમત રમાઈ રહી છે.

ભેળસેળ વાળું લાખો રૂપિયાનું ઘી, પનીર, માવા, તેલમાં મોટાપાયે મિલાવટ, મરચું, હળદર, જીરું, વરિયાળી સહીતના મસાલામાં જોખમી ભેળસેળની ગંભીર બાબતો છતાં રાજ્ય સરકારમાં ગંભીરતા દેખાતી નથી. કેન્દ્રની કોંગ્રેસ સરકારે વર્ષ 2006 માં ફૂડ સેફ્ટી કાયદો લાવ્યા જેનો ભાજપે તે કાયદાના લીરે લીરા ઉડાડી દીધા છે અને ભેળસેળ, મિલાવટ કરનારા તત્વોને છુટો દોર આપી દીધો છે.

ભાજપ સરકાર ભેળસેળિયાઓને છાવરીને આરોગ્યને નુકસાન પહોંચાડી રહી છે. જીવન રક્ષક દવાઓમાં પણ મોટાપાયે મિલાવટ – ભેળસેળ જોવા મળી રહી છે. ખાધ્યપદાર્થ વેચનારા જે સડેલા, બગડેલા,ભેળસેળવાળા નિમ્ન કક્ષાના, ખરાબ ક્વોલિટીના હોટેલોમાં કે કેટરરો માલ વેચતાં પકડાયેલા છે.એની માહિતી જાહેર કરો. પકડાયેલાના નામ વેબસાઇટ પર મૂકો. જેથી લોકો ચેતે અને ચોરો ડરે..

આપણ વાંચો: ભેળસેળિયાઓમાં ફફડાટ: તહેવાર ટાણે ફૂડ વિભાગના દરોડાથી 4.5 કરોડનો અખાદ્ય જથ્થો કર્યો જપ્ત…

રાજ્યમાં આઠ મહાનગરોમાં છેલ્લા 15 વર્ષમાં ખાદ્યપદાર્થો અંગેના 3500 કેસોમાંથી માત્ર 350 કેસનો જ નિકાલ થયો છે ત્યારે ભેળસેળ કરનારા તત્વોને સજા સાવ સામાન્ય જેથી ડર રહ્યો નથી.

કોર્પો.ના ફૂડઅને સેફટી ડિપાર્ટમેંટમાં થતી કામગીરીની ચોકાવનારી વિગતો જે આશ્ચર્યજનક છે! અને જયારે શહેરમાં દિવાળીના તહેવારમાં વિવિધ પ્રકારના નાસ્તા,ફરસાણ,નાસ્તા,મીઠાઇ સહિતની હજારો દુકાનોમાં હોટેલોમાં કે કેટરરો અને વિવિધ ફૂડ ફેક્ટરીઓમાં બનાવવામાં આવે છે.અને આખાનગી દુકાનદારો ઉતરતી કક્ષાનો માલ,ભેળસેળવાળો માલ,સડેલો માલ અને ખૂબ જૂનો માલ વાપરે છે. અને તે સીધી રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે.

આ ખરાબ મિઠાઈઓ/નાસ્તાઓબનાવતા અમુક વેપારીઓને આ સ્વાસ્થય સાથે ચેડાં કરતાં રોકવા અને પકડવા માટે મ્યુનિ.કોર્પો.માં આરોગ્ય ડિપાર્ટમેંટ દરોડો પડે છે. અને ખાધ પદાર્થોના નમૂના એકઠા કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં તપાસ અર્થે / ટેસ્ટિંગ માટે મોકલે છે.

હવે આશ્ચર્યજનક વાત એ છે કે, જે ખાધ પદાર્થ ખોરાક/મીઠાઇ/ફરસાણનું સેમ્પલ આજે લીધું તેનો ટેસ્ટિંગ રિપોર્ટ 14 થી 15 દિવસે આવે છે. ત્યારે એ મીઠાઇ/ફરસાણ ત્યાં સુધીમાં તો દુકાનદારે લોકોને વેચી દીધું હશે.

અને લોકો ખાઈ ગયા હોય અને ૧૫-દિવસ પછી એ સેમ્પલ ફેઇલ થયું કે અસલામત થાય તો કોર્પો.મ્યુનિ.કોર્ટમાં ફરિયાદ કરે છે. અને ચુકાદાની રાહ જુએ છે. હવે એ મીઠાઇ/ ફરસાણ લોકો તો ખાઈ ગયા હોય પછી શું કામનું ? આ તો ગુજરાતની પ્રજા સાથે ક્રૂર મશ્કરી છે.

આપણ વાંચો: ડાકોર પ્રસાદીમાં ભેળસેળના વિવાદને લઈને અમૂલના એમડીએ કર્યો ખુલાસો

રાજ્યના આઠ મહાનગરોના ૨ કરોડ નાગરિકો માટે 300 ફૂડ ઇન્સ્પેક્ટરોની જરૂરિયાત સામે માત્ર 35 જ સેફ્ટી ઇન્સ્પેકારો ફરજ બજાવે છે. જ્યારે 70 લાખની વસતી ધરાવતા અમદાવાદ શહેરમાં 48 વોર્ડ વચ્ચે ફક્ત 16 ફૂડ સેફ્ટી ઓફિસર છે, જેના કારણે ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે અને વેપારીઓ જનઆરોગ્યને નેવે મૂકીને ફક્ત નફો ન રળે તેના પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની ગયું છે.

શહેરમાં ફૂડ સેફ્ટી ઓન વ્હિલ એટલે કે હરતી ફરતી લેબોરેટરી મેગાસિટી અમદાવાદમાં ફક્ત એક જ સાથે સમગ્ર રાજ્યમાં માત્ર 4 છે. જેની કામગીરી પણ ના બરાબર જ છે. શહેરમાં ઝાડા-ઊલટીના અને ફૂડ પોઈઝનિંગના કેસો પણ વધી રહ્યા છે. ત્યારે લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તે દિશામાં તંત્રએ ધ્યાન આપવું જરૂરી છે.

ફૂડના ત્રણ પ્રકારના કેસો કરવામાં આવે છે જેમાં પેકેટના મિસ બાન્ડના, સબસ્ટાન્ડર્ડના આ બંને પ્રકારના કેસો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેમજ રાજ્ય સરકારના ફૂડ ઓફિસર દ્વારા એડિશનલ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ કેસના નિકાલમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. જ્યારે અનસેફ પ્રકારના કેસ કોર્ટમાં કરાય છે. શહેરમાંથી દર વર્ષે લગભગ અનસેફના ફક્ત 15થી 20 કેસ જ કોર્ટમાં દાખલ કરાય છે.

આપણ વાંચો: તિરુપતિના લાડુનું ગુજરાતમાં શું કામ છે સરકાર ? અંબાજીનો ભેળસેળયુક્ત પ્રસાદનો રિપોર્ટ તો જાહેર કરો ?

જે દુકાનમાંથી શંકાસ્પદ ખાધપદાર્થના સેમ્પલ લીધા હોય તેનું સ્થળ, લોકેશન, કોર્પો.ની વેવસાઇટ આવે અને તે દુકાનથી માલ ન ખરીદે અને બીમાર અને મોતના મુખમાંથી બચે. સાથે દુકાનદાર બદનામ થાય તો તેની દુકાનમાંથી માં કોઈ ન ખરીદે જેથી તે પણ ડરે.

ખાધ પદાર્થોના સેમ્પલના ટેસ્ટિંગ જે 15 દિવસે આવે છે સરકારે તેના પરિણામ 48 કલાકની અંદર આવે તેવી ટેસ્ટિંગ ફેસિલિટી ઊભી કરવી જોઈએ. અત્યારે કોઈપણ પ્રકારની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. અને આ દુકાનદારોને બચાવવાનું ભ્રષ્ટ કામ કોર્પો. ના સત્તાવાળાઑ કરી રહ્યા છે.

કોર્પો.ના આરોગ્ય વિભાગ દ્વારા 24 ક્લાકની હેલ્પ લાઇન ઊભી કરવી જોઈએ. જેથી લોકો ફરિયાદ કરે તો તાત્કાલિક સેમ્પલ ક્લેક્ટ થાય, અત્યારે તો સિસ્ટમ એવી છે કે આજે નાગરિક ફરિયાદ કરે અને કોર્પોરેશનવાળા બીજા દિવસે સેમ્પલ ક્લેક્ટ કરે અને વેપારીને પણ જાણ થાય જેથી વેપારી ચેતી જાય અને ખરાબ માલ સંતાડી દે. જેથી ખરાબ માલ વેચતા દુકાનદારોને ન પકડી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button