દીકરા સાથે દફનાવી પ્રિય બાઈક: નડિયાદમાં અનોખા અંતિમસંસ્કાર...
આપણું ગુજરાત

દીકરા સાથે દફનાવી પ્રિય બાઈક: નડિયાદમાં અનોખા અંતિમસંસ્કાર…

નડિયાદ: આજના સમયમાં લોકો પોતાની પ્રિય વસ્તુઓને વેચવાને બદલે તેનો અંતિમસંસ્કાર કરવાનું પસંદ કરતા હોય છે. ભૂતકાળમાં આવી કેટલીક ઘટનાઓ જોવા મળી છે, પરંતુ તાજેતરમાં ખેડા જિલ્લામાં અંતિમસંસ્કારની એક અનોખી ઘટના સામે આવી છે. પુત્રનું મૃત્યુ થતા પરિવારજનોએ તેની પ્રિય બાઇકને પણ દફનાવી દીધી છે, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તેની મનપસંદ વસ્તુઓ હંમેશા તેની પાસે રહે.

અકસ્માતના કારણે થયું દીકરાનું મૃત્યુ
નડિયાદના ઉત્તરસંડા ગામની વાત છે. ગામના ઈસાઈ મહોલ્લામાં 18 વર્ષીય કૃષ પરમાર રહેતો હતો. તેની પાસે રૉયલ એન્ફીલ્ડ બાઈક હતી. જેનાથી તે પરિવહન કરતો હતો. તાજેતરમાં ગામની પાસેથી જ્યારે તે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી સાથે તેનો અકસ્માત થયો હતો. કૃષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે બાર દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. જેથી પરિવારમાં માતમ છવાયો હતો.

ઈસાઈ રીત-રિવાજ મુજબ કૃષના થયા અંતિમસંસ્કાર
કૃષનો પરિવાર ઈસાઈ ધર્મ પાળે છે. જેથી પરિવારજનોએ પુત્રનો ઈસાઈ ધર્મના રીત-રિવાજ મુજબ અંતિમસંસ્કાર કર્યો હતો. કૃષને બાઈકનો શોખ હતો. તેને પોતાની રોયલ એન્ફીલ્ડ બાઈક ખૂબ પસંદ હતી. આ બાઈકને ચલાવતી વખતે જ તેનો અકસ્માત થયો હતો. પુત્રનો બાઈક પ્રત્યેનો પ્રેમ જોઈને પરિવારજનોએ કૃષની સાથે તેની રોયલ એન્ફીલ્ડ બાઈકની પણ દફનવિધિ કરી હતી. તેથી કૃષનો અંતિમસંસ્કાર આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button