વન વિભાગમાં દિવ્યાંગો માટે બંપર ભરતી: મળશે રૂ. 26,000 પગાર, આ તારીખ પહેલા કરી દેજો અરજી…

ગાંધીનગર: આજના સમયમાં દરેક જણ સરકારી નોકરી કરવા ઈચ્છે છે. સરકારી નોકરીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અનામત બેઠકો હોય છે. ત્યારે હવે વન વિભાગે માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે અલાયદી ભરતીની જાહેરાત કરી છે.
વન વિભાગમાં દિવ્યાંગ ઉમેદવારો માટે 157 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.
દિવ્યાંગ વનરક્ષક વર્ગ-3ની ભરતી
વન વિભાગ દ્વારા દિવ્યાંગો માટે વનરક્ષકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં પસંદગી પામનાર દિવ્યાંગ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારને સાતમાં પગારપંચના રૂ. 18,000થી રૂ. 56,900 (લેવલ-4)ના પગારધોરણ પ્રમાણે પગાર મળશે.
આ ભરતીમાં ભાગ લેવાની ઈચ્છા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તારીખ 1 ઓગસ્ટ 2025થી 10 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકે છે. ઉમેદવારોએ અરજી કરતી વખતે 400 રૂપિયા ફી ભરવાની રહેશે. અરજી કરતી વખતે ઉમેદવાદી પોતાની જાતિનું તથા જરૂર જણાય ત્યાં EWSનું પ્રમાણપત્ર તથા અન્ય દસ્તાવેેજો અપલોડ કરવાના રહેશે.
દિવ્યાંગ વનરક્ષકની ભરતીની લાયકાત
દિવ્યાંગ વનરક્ષકની આ ભરતીમાં અંધત્વ અથવા ઓછી દૃષ્ટિ ધરાવતા તથા બધિર અને ઓછું સાંભળનાર દિવ્યાંગો ભાગ લઈ શકશે નહીં. આ ભરતીમાં માત્ર મગજના લકવા સહિતના હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જ ભાગ લઈ શકશે.
આ સિવાય ઉમદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ. તેની પાસે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી તથા તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંન્નેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર કેટલીક લઘુત્તમ શારીરિક ધોરણો પણ ધરાવતો હોવો જોઈએ. આ સિવાય ઉમેદવારો https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ભરતીની સત્તાવાર નોટિફિકેશન વાંચીને વધુ માહિતી મેળવી શકે છે.

