ગુજરાતનું પાટનગર બન્યું ભુવાનગરી : એક કાર જ ભૂવામાં સમાઈ ગઇ!
ગાંધીનગર: આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પડેલા વરસાદ બાદ રાજ્યમાં અનેક સ્થળોએ તંત્રના દાવાઓના લીરે લીરા ઊડ્યાં હતા. આ વરસાદમાં અમદાવાદની સાથે જ રાજ્યનું પાટનગર પણ ખાડે ગયું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી હતી. પહેલા જ વરસાદથી ભૂવા પડ્યા હતા.
પહેલા વરસાદે રાજ્યના પાટનગર ગાંધીનગરને ભૂવાનગરી બનાવ્યું હતું. ગાંધીનગરના સેક્ટર 2 ડી પાસે એક કાર ભૂવામાં ફસાઈ ગઇ હતી. પ્રીમોન્સુન કામગીરીના લીરે લીરા ઊડ્યાં હતા કારણ કે ભૂવામાં એક મસમોટી કાર જ ગરકાવ થઈ ચૂકી હતી. જેને લઈને લોકોમાં ખૂબ ચિંતાનો માહોલ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર : રાજ્યના 150 થી વધુ તાલુકાઓમાં વરસાદ
ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્ર પુરુષોતમ રૂપાલાનું નિવાસ સ્થાન આવેલું છે તેવા ઘ માર્ગ પર ભૂવો પડ્યો હતો. રૂપાલાના ઘર પાસે ઇલેક્ટ્રિક સિટીનો થાંભલો જ ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો અને ધડાક સ્થિતિ સર્જાય હતી. જો કે આ સાથે જ વીજ પુરવઠો ચાલુ થાય તેને લઈને પણ લોકોમાં ભયનો માહોલ બન્યો હતો.
આજે ભારે વરસાદને લઈને અમદાવાદ શહેરના અનેક અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરી દેવામાં આવ્યા છે. ગોતા વૃંદાવન હાઇટ્સ પાસે પોચાણવળી માટીમાં બે એએમટીએસ બસ ફસાઈ ચૂકી છે. તો સાથે જ શેલામાં ટ્રક સમાય જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે.