મુખ્યમંત્રી પહોંચ્યા નડિયાદ : સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લઈ ભાવંજલી અર્પણ કરી
નડિયાદ: 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે થવાની છે. જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આજે નડિયાદ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સરદાર સાહેબના દેસાઈ વગા, નડીયાદ સ્થિત જન્મસ્થાનની મુલાકાત લઈને તેમના કાર્યક્રમોની શરૂઆત કારી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ ખાતે સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લઈને ભાવાંજલિ અર્પણ કરી હતી.
સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નડિયાદ પહોંચ્યા હતા. અહી તેમણે દેસાઈ વગા સ્થિત સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે સરદાર સાહેબ અને તેમના જન્મસ્થળની બહાર મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને ભાવાંજલી અર્પણ કરી છે.
સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નડીયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરે દર્શન અને પૂજ્ય સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. નડીયાદ ખાતે સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસ સાથે જોડાયેલ મહત્વની સંસ્થા તેમજ સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને અંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચો : ભારતને આઝાદી આપવા 15મી ઑગસ્ટ કેમ પસંદ કરવામાં આવી? જાણો સ્વાતંત્ર્ય દિન વિશેની રસપ્રદ વાતો
મુખ્યમંત્રી 78માં સ્વતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ખેડાના નડિયાદમાં થવાની છે. ઉજવણીના ઉપલક્ષમાં ગુજરાત પોલીસ દ્વારા મુખ્યપ્રધાન નડિયાદમાં યોજાનાર શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ મોડી સાંજે રાજ્યપાલની ઉપસ્થિતીમાં 118 કરોડ રૂપીયાના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમૂર્હત કરવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી તા. 15 ઓગસ્ટ 2024, ગુરૂવારે, સવારે 5:58 કલાકે નડિયાદના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે