આપણું ગુજરાત

ભક્તિ રે કરવી એવી…આ મુસ્લિમ ભક્ત ગણેશભક્તિમાં ઓતપ્રોત થયો ને…

ભગવાનને કઈ રીતે ભજવો તે માટે ભક્તે જ નક્કી કરવાનું હોય છે. નીતિનિયમોની ખાસ જરૂર નથી. જ્યારે વ્યક્તિ ભક્તિમાં ખરા અર્થમાં ઓતપ્રોત થાય ત્યારે તેનામાં જે ત્યાગ અને પ્રેમનો ભાવ સ્ફૂરે તે જ ખરા અર્થમાં ભક્ત બની શકે. આજે આપણે વાત કરવાના છીએ આવા એક ભક્તની. આ મુસ્લિમ ભક્તે ગણેશની ભક્તિ માટે જે ત્યાગ કર્યો તે આપણા માટે સામાન્ય હોઈ શકે, પરંતુ તેની દૃષ્ટિએ જૂઓ તો આ ઘણી મોટી વાત લાગે.

વાત છે વડોદરાના સલીમ શેખની. સલીમ પહેલા વેલ્ડર તરીકે કામ કરતો હતો, પણ થોડા સમય પહેલા તે છોડી તે મિત્ર સાથે ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવવાના કામે લાગી ગયો. આ કામ કરતા કરતા તે ગણેશજીમાં એવો ઓતપ્રોત થયો કે તેણે છ મહિનાથી નૉન-વેજિટેરિયન ફૂડ ખાવાનું છોડી દીધું.

ભક્તિ અને ત્યાગનાં ઘણા ઉદાહરણો પણ સમાજમાં સામે આવે છે. તેવામાં ગણેશ ચતુર્થિ પૂર્વે છેલ્લા ઘણા મહિનાઓથી તેમની મૂર્તિનું નિર્માણ શરૂ થાય છે. આવામાં ભારતીય સંસ્કૃતિની સુંદરતા જ એ છે કે તહેવારોમાં ધર્મ, જ્ઞાતિ અને સંપ્રદાયોના ભેદભાવ વિના બધા જ લોકો તહેવારોમાં ઓતપ્રોત થઈ જતા હોય છે. સલીમ શેખે ગણપતિ બપ્પાની મૂર્તિઓ બનાવતા સમયે ઈદ આવી ત્યારે પણ ચુસ્ત વેજ. ફૂડ અને નિયમોનું પાલન કરીને કામ ચાલુ રાખ્યું હતું. આ વાત નાની છે, પણ તેની પાછળનો ભાવ મોટો છે.

સલીમે એક મીડિયા ગ્રુપ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મને અંતરમનનથી જ ઈચ્છા થઈ કે બપ્પાની મૂર્તિનું નિર્માણ કરી રહ્યો છું ત્યારે નોન વેજ. ફૂડ ન ખાવું જોઈએ. મેં જે દિવસથી ગણેશજીની પવિત્ર મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી ત્યારથી જ આ નાનો વેજ ત્યાગ કર્યો હતો. મને ગણપતિ બપ્પા સાથે એક ખાસ કનેક્શન હોય તેવું લાગી રહ્યું છે. સલીમે વધુમાં કહ્યું કે હું આ ગણપતિ ભગવાનનો ફેસ્ટિવલ પૂરો થાય પછી જ નોર્મલ ડાયટ પર આવવાનું શરૂ કરીશ.

57 વર્ષીય સલીમ થોડા વર્ષોથી જ આ વ્યવાસાય સાથે જોડાયેલો છે. તેના મત આ કામ કરી તેને મનની શાંતિ મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button