હોસ્પિટલાઈઝ્ડ થતાં પહેલાં Shahrukh Khanએ કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ..

બોલીવૂડના બાદશાહ ગણાતા શાહરુખ ખાન (Bollywood Shahrukh Khan)ને એમને એમ ફેન્સ કિંગખાનના હુલામણા નામે નથી બોલાવતા… પરંતુ અમદાવાદ ખાતે લૂ લાગતાં શાહરૂખ ખાનની તબિયત લથડી હતી અને જેને કારણે તેને હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવ્યો હતો.
હાલમાં એસઆરકેની તબિયત સ્થિર છે અને તેની મેનેજર પૂજા દદલાનીએ ફેન્સને એક્ટરના હેલ્થ અપડેટ વિશે માહિતી આપી હતી અને ગુરુવારે સાંજે શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે ચાર્ટર પ્લેનથી તે મુંબઈ આવવા રવાના થઈ ગયો છે, એવી માહિતી સામે આવી રહી છે.
પૂજાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું હતું કે એસઆરકે હાલમાં એકદમ સ્વસ્થ છે. તમારા પ્રેમ, દુઆ અને કાળજી માટે આભાર… પણ આપણે અહીં વાત કરવાના છીએ કિંગ ખાનના વાઈરલ થઈ રહેલાં વીડિયો વિશે. આ વીડિયોમાં કિંગખાને જે કર્યું છે એ જોઈને તેણે ફેન્સ સહિત અન્ય લોકોના દિલ પણ જિતી લીધા હતા. આવો જોઈએ આખરે કિંગખાને એવું તે શું કર્યું…
મળી રહેલી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો કિંગખાનના હોસ્પિટલાઈઝ્ડ થવા પહેલાંનો છે. 22મી મેના અમદાવાદ ખાતે રમાઈ રહેલી મેચ દરમિયાન શાહરુખ ખાન (Shahrukh Khan Face Heat Stroke) હીટ સ્ટ્રોકનો સામનો કરી રહ્યો હતો અને તેની તબિયત ખરાબ થઈ રહી હતી. પરંતુ તબિયત ખરાબ હોવા છતાં પણ કિંગખાનની નજર એક દિવ્યાંગ ફેન પર પડી અને બસ પછી તો પૂછવું જ શું. એસઆરકે પોતાના આ ફેનને મળ્યો અને તેને ગળે લગાવ્યો, વાતચીત કરી અને ત્યાર બાદ જ તે હોસ્પિટલાઈઝ્ડ થયો હતો.
એસઆરકેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે ફેન્સ એના પર ભર-ભરીને કમેન્ટ્સ અને લાઈકનો વરસાદ કરી રહ્યા છે. તેનો આ વીડિયો ફેન્સનું દિલ જીતી રહ્યો છે. હાલમાં પણ કિંગખાન હોસ્પિટલમાં દાખલ છે અને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે તેને આજ સાંજ સુધીમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે અને તે મુંબઈ આવવા રવાના પણ થઈ ગયો છે.