‘અચ્છે દિન’ પુરા થયા, કાળઝાળ ગરમી અને હીટવેવ સહન કરવા થઈ જાઓ તૈયાર
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વાદળછાંયુ વાતાવરણ હોવાથી લોકો રાહત અનુભવી રહ્યા છે, જો કે આ ‘અચ્છે દિન’ પુરા થવાના છે. રાજ્યના હવામાન વિભાગે ફરી એક વખત કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4-5 દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ થવાની શક્યતા છે. લોકોએ એપ્રિલથી જૂન સુધી આકરી ગરમી અને હીટવેવનો સામનો કરવો પડશે.
હવામાન વિભાગે આગાહી કરી છે ત્રણ દિવસ સુધી તાપમાન યથાવત્ રહેશે. કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયું વાદળછાયું વાતાવરણ અનુભવાશે. ત્યારબાદ ચોથા અને પાંચમા દિવસથી ધીમે ધીમે તાપમાનનો પારો સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેમાં પણ અમદાવાદ અને આસપાસના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો: ગરમીની શરૂઆત સાથે જ માથું ઊંચકતા રોગો
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધી પણ શકે છે. આથી જો શહેરીજનો ગરમીથી રાહતનો અનુભવ કરતા હોય તો ફરીથી ગરમી વેઠવા માટે તૈયાર થઈ જજો. એક સપ્તાહ સુધી કોઈ પણ સ્થળે હિટવેવ અથવા વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી નથી. શહેરીજનો ગરમીથી રાહતનો અનુભવ કરતા હોય તો ફરીથી ગરમી વેઠવા માટે તૈયાર થઈ જજો. એક સપ્તાહ સુધી કોઈ પણ સ્થળે હિટવેવ અથવા વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી નથી.
આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: ભીષણ ગરમી અને હિટવેવના કારણે AMCએ સ્કૂલના સમયમાં કર્યો ફેરફાર, જાણો વિગત
આ સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે.