આપણું ગુજરાત

ગાબડાં પૂરાવો રાજ: આંગણે પધારશે બાપ્પા મોરયા -ધોળકા-વિરમગામ પર રિસરફેસ શરૂ

સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલ નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકાર દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.અમદાવાદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે વિરમગામ, ધોળકા અને ધંધુકા તાલુકામાં ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે કુલ 42 જેટલા રસ્તાઓને અસર થઈ હતી, જેના પગલે યાતાયાતને પણ અસર થવા પામી હતી. વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાઓને સત્વરે મરામત કરી મોટરરેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે.

42 રસ્તાઓ પૈકી હાલ 30 માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ ગયો છે. આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરાઈ છે.આ ઉપરાંત અન્ય 12 જેટલા માર્ગો પણ મરામત કરાયા હોવાનું અમદાવાદ પંચાયત કાર્યપાલક ઇજનેર સોમપુરાએ જણાવ્યું છે.

આ પણ વાંચો: Gujarat માં વાવાઝોડા અસનાની અસર વર્તાશે, બે દિવસ છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદની આગાહી…

આણંદમાં પણ કામગીરી શરૂ

આણંદ જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તાઓને નુકશાન થયું હતુ. આ રસ્તાઓના રિપેરીંગ, રી-સરફેસીંગ અને મેટલવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.

જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન પંચાયત હસ્તકના 60 જેટલા રસ્તાઓ બંધ કરાયા હતા. જે પૈકી 27 રસ્તાઓ ઉપરથી ઝાડી ઝાંખરા હટાવી અને પેચ વર્કની કામગીરી કરી ૨૭ રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા છે.

આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના 19 જેટલા રસ્તાઓ બંધ હતા, જે પૈકી ૧૫ રસ્તાઓના રીપેરીંગ, ખાડા પુરાણ, મેટલ પેચવર્ક, સહિતની કામગીરી કરીને રસ્તાઓને પૂર્વવત કરવામાં આવ્યા છે. જિલ્લામાં બાકી રહેલા રસ્તાઓ પરથી પાણી ઓસરતા રસ્તાઓના સમારકામની કામગીરી ક્રમશ: હાથ ધરાશે.

હજુ ધિંગા વરસાદની પણ છે આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી હતો અને અસના વાઝોડાનો ખતરો આપણ ટાળી ગયો છે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ‘રાજ્યમાં આગામી દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી 4થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે.

‘ અંબાલાલ ઉમેરે છે તેમ રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે પૂરની પણ શક્યતા છે. રાજ્યમાં આગામી 4થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે.’

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી