ગરબા આયોજકોને બંજરંગ દળે આપી આવી ચેતવણી! આ નિયયોનું પાલન કરવું પડશે…

અમદાવાદઃ નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે બજરંગ દળે ગરબા આયોજકોને ખાસ ચેવણી આપી છે. રાજ્યમાં અનેક જગ્યાએ પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે.
આ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે આયોજકોને તમામ ખેલૈયાઓનું હિંદુ પ્રથા પ્રમાણે તિલક લગાવીને પ્રવેશ કરાવવા અને ગરબા પ્લોટની બહાર ‘વિધર્મીઓને પ્રવેશ નથી’તેવા બેનર પણ લગાવવા માટે ચેતવણી આપી હતી. ગરબા દરમિયાન બજરંગ દળના કોર્યકર્તાઓ આવીને સ્થળ તપાસ કરશે એવું પણ જણાવ્યું હતું.
નવરાત્રિ માતાજીની ઉપાસના કરવા માટેનો પર્વ છે
બજરંગ દળના ક્ષેત્રીય સંયોજક ભાવેશ ઠક્કર અને ક્ષેત્રીય સહ સંયોજક જવલિત મહેતાએ કહ્યું હતું કે, ‘નવરાત્રિ માતાજીની ઉપાસના કરવા માટેનો પર્વ છે. આ માત્ર કોઈ ઇવેન્ટ નથી.
જેથી ધાર્મિકતા અને સાત્વિકતા જળવાઈ રહે તેવી ખાસ ખાતરી રાખવી જોઇએ. નવરાત્રિ પંડાલ, પાર્ટી પ્લોટમાં થતાં ગરબા શુદ્ધ, સાત્વિક અને ધાર્મિક વાતાવરણમાં થવા જોઈએ’.
બજરંગ દળે આ નિયમોનું ફરજિયાત પાલન કરવા ચેતવણી આપી
ગરબા આયોજકોએ બજરંગ દળ દ્વારા સૂચવેલ કેટલાક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવા માટે પણ કહ્યું હતું. જેમાં માતાજીની માંડવીની વિધિ વિધાનથી સ્થાપના કરવી, ગરબાના સ્થાને મંચ ઉપરથી તેમના કલાકારો અશ્લીલ, અભદ્ર ગીતો ના ગાવા, તમામ ખેલૈયાઓનું હિંદુ પ્રથા પ્રમાણે તિલક લગાવવું.
એન્ટ્રી ગેટની બહાર વિધર્મીઓને પ્રવેશ નથી એવા બોર્ડ કે બેનરમાં લગાવવા, દરેક પ્રકારની વ્યવસ્થામાં ફક્ત સનાતનની હિંદુ લોકોને જ ફરજ પર રાખવા અને ખાણીપીણીના સ્ટોલ ફક્ત સનાતની લોકોને જ આપવા એટલું જ નહીં પરંતુ હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકોને પણ ચેતવણી આપી છે કે, નવરાત્રિ દરમિયાન કોઈ વિધર્મી યુવક હિંદૂ યુવતી સાથે આવે તો તેને પ્રવેશ ના આપવો. જો પ્રવેશ આપ્યો તો પછી બજરંગ દળ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો…સુરતમાં ગરબા ગ્રાઉન્ડમાં બજરંગ દળ-વીએચપીના કાર્યકરો સરપ્રાઈઝ ચેકિંગ કરશે…