9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ; વધતો ફંડ અને ઘટતા લાભાર્થીઓથી ‘દાળમાં કાળું” -કોંગ્રેસ
આવતી કાલે 9 ઓગસ્ટ.વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની કેટ-કેટલીય યોજનાઓ ગરીબ અને પછાત આદિવાસીઓ માટે,તેમના ઉત્કર્ષ માટે કામ કરી રહી છે. ત્યારે કોંગ્રેસનાં પ્રવકતા પાર્થિવરાજ કઠવાડિયા એ કેટલાક સવાલો ઉઠાવતા સરકારની યોજનાઓ અને લાભાન્વિતો સુધી લાભ પહોચતા ના હોવા પર સવાલો ઉઠાવ્યા છે. ગરીબ પછાત આદિવાસીઓ, છેવાડે વસતા જરૂરિયાતમંદ લોકો ને જે હક-અધિકાર મળતા હોય ત્યારે તેથી વંચિત ન રહી જાય તે સરકાર ની જવાબદારી હોય છે. સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ ને પ્રીમેટ્રિક અને પોસ્ટમેટ્રિક વિદ્યાર્થીઓ ને અપાતી સ્કોલરશીપ ની ગ્રાન્ટ માં છેલ્લા 5 વર્ષ માં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે તેના લાભાર્થીઓ માં ઘટાડો થઈ રહ્યો છે
તે સમજાતું નથી? આદિવાસી વિદ્યાર્થીઓની સંખ્યા માં ઘટાડો થયો છે, તે માટે લાભાર્થીઓ ઘટી ગયા છે તે સવાલ થાય છે ? કેન્દ્ર સરકારના આંકડા મુજબ વર્ષ 2019 -2020 માં ગુજરાત રાજ્ય ના પ્રિમેટ્રિક સ્કોલરશીપના લાભાર્થી 1,75 હજારથી વધુ હતા તે વર્ષ 2023-24 માં ઘટી ને અડધા જેટલા એટલે કે 90,755 થઈ ગયા છે. ગુજરાત રાજ્ય ના પોસ્ટમેટ્રિક માં સ્કોલરશીપ મેળવતા વિદ્યાર્થીઓ વર્ષ2019-20 માં 242454 લાભાર્થીઓ હતા જે વર્ષ 2023-24 ઘટીને 160555 લાભાર્થીઓ થઈ ગયા છે. ગુજરાત રાજ્ય ના આદિવાસી વિદ્યાર્થીઓ ને પ્રીમેટ્રિક સ્કોલરશીપ માટે વર્ષ 2019-20 માં 3361.34 લાખ ફંડ આપવા માં આવ્યું હતી, જે વર્ષ 2023-24 માં 5770.95 લાખ ફંડ આપવામાં આવ્યું છે. પોસ્ટ- મેટ્રિક સ્કોલરશીપ માટે વર્ષ 2019-20 માં 22883.89 લાખ ફંડ આપવા માં આવ્યું હતું જ્યારે વર્ષ 2023-24 માં 26051.45 લાખ ફંડ આપવા આવ્યું છે. ફંડ ફાળવવી વધતી જાય અને લાભાર્થીઓ ઘટતા જાય તે ક્યાં પ્રકાર ની યોજના છે ? સરકાર દ્વારા અપાતા ફ્રીશિપ કાર્ડ ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટી અને કોલેજો સ્વીકારતા નથી અને વિદ્યાર્થીઓ જોડે ચેક લેવામાં આવે છે તેની ઘણી વાર વિદ્યાર્થીઓ માંથી ફરીયાદ ઉઠી છે. વિદ્યાર્થીઓને સરકારી કાર્યાલયોની વહિવટી તંત્રની અવ્યવસ્થા અને ખરાબ કામગીરીના લીધે કનડગત ભોગવવી પડે છે.
આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટમાં રોડ -રસ્તા-પાર્કિંગ પર AMCને ફટકાર
સમગ્ર દેશમાં થી છેલ્લા એક વર્ષ માં 13,35,878 જેટલા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે ગયા છે. જ્યારે વર્ષ 2019-20 સુધીમાં 60,81,577 જેટલા વિદ્યાર્થી વિદેશ અભ્યાસ માટે ગયા છે. કેન્દ્ર સરકાર ની નેશનલ ઓવર્સિસ સ્કોલરશીપ ફોર ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ યોજના હેઠળ માત્ર વર્ષે 20 સીટ છે. છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ ઓવર્સીસ સ્કોલરશીપ ફોર ટ્રાબલ સ્ટુડન્ટ હેઠળ ગુજરાત માંથી છેલ્લા એક વર્ષ માં એક જ વિદ્યાર્થી નું સીલેકશન થયું છે અને એક જ વિદ્યાર્થી ને લાભ મળ્યો છે.
ગુજરાત રાજ્ય માં આદિવાસીઓના ઉત્થાનની માત્ર વાતો કાગળ ઉપર છે જ્યારે હકીકતમાં મીંડું છે. ગરીબ અને છેવાડા ના ગરીબ આદિવાસીઓ માટે ની યોજનામાં કેટલો તફાવત જ્યારે દેશ માંથી લાખો વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જતા હોય ત્યારે દેશમાં માત્ર 20 આદિવાસી વિદ્યાર્થીઓને જ સ્કોલરશીપ નો લાભ મળે છે તે દુઃખદ છે. વધતો ફંડ અને ઘટતા લાભાર્થીઓ તે સ્પષ્ટ કરે છે ક્યાંક ને ક્યાંક કંઇક ખોટું થઈ રહ્યું છે. દેશમાં આદિવાસીઓ 8.6% અને ગુજરાત માં 14.8% જેટલી વસ્તી ધરાવે છે. ગુજરાતના આદિવાસી વિસ્તારના લાખો વિદ્યાર્થીઓ સ્કોલરશીપ જેવા લાભથી વંચિત રહે અને શિક્ષણ વ્યવસ્થામાં હેરાન પરેશાન થાય તે કેટલા અંશે યોગ્ય છે ? વિશ્વ આદિવાસી દિવસે ભાજપ સરકારથી માંગ કરીએ છીએ કે તાત્કાલીક સ્કોલરશીપથી વંચિત વિદ્યાર્થીઓને ઝડપી લાભ મળે તે દિશામાં કામગીરી થાય.