ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 7 લાખથી વધુ બાળકો કૂપોષિત: સરકારી દાવાઓ સામે કોંગ્રેસનાં તાતાતીર
ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નીતિરીતીના કારણે તેની કિમંત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી છે. કેમ ગુજરાતમાં સતત વધી રહેલા કુપોષણ અને ભૂખમરા સતત વધી રહ્યા છે ત્યારે બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પોષણના કરોડો રૂપિયા કોણ ખાઈ ગયું ? તેવો વેધક સવાલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે નવજાત બાળકો-માતામા સતત વધતા જતા કુપોષણના કારણે ગુજરાતમાં માતા અને નવજાત બાળકોનો મૃત્યુનો આંક અટકવાનો નામ લેતો નથી. સાથોસાથ ભૂખમરા સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત ૨૫માં ક્રમાંકે છે જે અત્યંત ચિંતાજનક બાબત છે. જાહેર હિતને બદલે જાહેરાતોમાં રચતા આરોગ્ય વિભાગ નવજાત બાળકો-ગર્ભવતી મહિલાઓ યોગ્ય અને પુરતી સુવિધા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડ્યું છે. ભાજપના રાજમાં સતત વધી રહેલા ઓછા વજનવાળા બાળકો, સગર્ભા સ્ત્રીઓ એનિમિયા હંગર ઇન્ડેક્ષ ના વધતા જતા આંક ચિંતાનો વિષય છે. સરકાર જાહેર આરોગ્ય સેવા પાછળ નજીવો ખર્ચ અને જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પોષણના કરોડો રૂપિયા ખાઈ કોણ પોષિત થઇ ગયું ?
ભૂખ સામે લડવા અને બાળકોમાં પોષણ આપવાના નામે કરોડો રૂપિયા ખર્ચ્યાના દાવા કરતી ભાજપ સરકાર જણાવે કે ગુજરાતમાં કુપોષણ અને ભુખમરા સૂચકાંક માં ગુજરાતનું સ્થાન કેમ કથળતું જાય છે? નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર 2023-24 સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ (SDG) રિપોર્ટ અનુસાર હંગર ઇન્ડેક્ષ (ભૂખમરા સૂચકાંક)માં પર ગુજરાત 25 માં ક્રમે છે. નીતિ આયોગના રીપોર્ટ અનુસાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના 39 ટકા બાળકોની અપૂરતી વૃદ્ધિ છે. વર્ષ 15-49 વર્ષની 62.5 ટકા સગર્ભા સ્ત્રીઓ એનિમિયા ગ્રસ્ત છે જે ખુબ ગંભીર બાબત છે. સમાન વય જૂથની 25.2 ટકા સ્ત્રીઓનો બોડી માસ ઇન્ડેક્સ(18.5))થી નીચે છે. વર્ષ 2018-19 અને 2019ની તુલનામાં ઓછા વજનવાળા અને અપૂરતી વૃદ્ધિવાળા બાળકો અને એનિમિયા ધરાવતી સ્ત્રીઓનો વ્યાપ વધ્યો છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા 2015માં સ્થાપિત17 સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલમાંથી એક છે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ૨ નો હેતુ ઝીરો હંગર ઇન્ડેક્ષ હાંસલ કરવાનો છે. પરતું ભાજપ સરકારના રાજમાં ગુજરાત સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ 2 ઈન્ડેક્સમાં માત્ર 41 પોઈન્ટ મેળવ્યા છે. ભૂખમરા સામેની લડાઈમાં ગુજરાત એ ઓડિશા, મધ્યપ્રદેશ સહીત અન્ય 23 રાજ્યો કરતા પાછળ છે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ 2 પ્રદર્શનમાં ગુજરાતની સ્થિતિ સતત કથળી રહી છે. SDG-2 ઇન્ડેક્સના વર્ષ 2020-21 માં ગુજરાત માટે 46 અને વર્ષ 2019-20માં 41 હતો. વર્ષ 2018માં 49 હતો જે વર્ષ 2023-24માં ઘટીને 41 થઇ ગયો છે.
સિવિયર એક્યુટ માલન્યુટ્રીશન’ (SAM)ને લીધે વર્ષ 2020-21 માં 9606, વર્ષ 2021-22 માં 13048 અને વર્ષ 2020-23 માં 18978 બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સરેરાશ 12 લાખ બાળકોના જન્મ સમયે 30 હજારથી બાળકોના મોત થાય છે. આજે પણ વર્ષે 30 હજાર બાળકોના મોત થાય છે આ વાસ્તવિકતા છે. છેલ્લા પાંચ વર્ષમાં 7,15,515 બાળકો કુપોષિત છે.