મદરેસાનો સર્વે કરવા પહોચેલા પ્રિન્સિપાલ પર હૂમલો :અમદાવાદની ઘટના
અમદાવાદનાં બાપુનગરમાં આવેલી શ્રુતિ વિધાલયના પ્રિન્સિપાલ સંદીપ પટેલ પર મદરેસામાં હુમલો થયો. પ્રિન્સિપાલ સંદીપ પટેલે જણાવ્યુ કે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મદરેસાઓના સર્વેનું કામ સોંપાયું છેજ્યારે તેઓ સર્વે માટે પહોચ્યા ત્યારે મદરેસા બંધ હતું.મદરેસા બંધ હોવાથી ફરજના ભાગરૂપ તેઓએ ફોટો ખેંચ્યો. એવામાં કેટલાક લોકોએ આવી મને રોક્યો અને મારી સાથે હાથ ચાલાકી કરી. પ્રિન્સિપાલની ફરિયાદના આધારે પોલીસે 7 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
હકીકતમાં , રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત સરકારના મુખ્ય સચિવને એક પત્ર લખાયેલો છે . આ પત્રને અનુલક્ષીને શિક્ષણ વિભાગે કમિશનર ઓફ સ્કૂલ કચેરી અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને સુચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓ અંતર્ગત, રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસામાં ભણતા બિનમુસ્લિમ બાળકો બાબતે ભૌતિક ચકાસણી કરવા અને મદરેસાઓનું મેપિંગ કરવાની ફરજ સોંપવામાં આવી છે. વધુમાં મદરેસાઓમાં ભણતા તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલોમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે કેમ તેની તપાસ કરવા પણ આદેશ કર્યો છે.
આ પણ વાંચો: Madrassa survey: ગુજરાત સરકાર રાજ્યના મદરેસાઓનો સર્વે કરાવશે, જાણો શું છે કારણ
વિભાગીય કામગીરીને ધ્યાનમાં રાખી પ્રિન્સિપાલ પટેલ મદરેસાની તપાસ માટે ગયા. દરમિયાન 25 જેટલા લોકો અહીં આવી પહોચ્યા અને પ્રિન્સિપાલ સાથે મારામારી કરવાની કોશિશ કરી. જેમ તેમ કરીને પ્રિન્સિપાલ પટેલ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા,અને પોલીસ મથકે પહોચ્યા હતા.
અમદાવાદની દરિયાપૂરમાં આવેલી સુલતાન સૈયદ મસ્જિદમાં ચાલી રહેલા મદરેસામાં સર્વે કરવા ગયેલા પ્રિન્સિપાલ પર થયેલા હુમલા બાદ શહેરના આચાર્ય સંઘ દ્વારા અધ્યક્ષ રાકેશ પંડ્યાએ કહ્યું કે, ગુજરાત સરકારે મદરેસાઓમાં સર્વેનું કામ સોંપ્યું છે. આવા સર્વે પહેલા જાણકારી આપવી જોઈએ. પછી કામ સોંપાવું જોઈએ.આવા લાલબત્તી સમાન વિસ્તારમાં મોકલતા પહેલા કર્મચારીઓને સુરક્ષા આપવી જોઈએ.
પોલીસે જણાવ્યુ કે, આ કેસમાં 7 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે ફરહાન -ફેઝલ અન્ય પાંચ પર બળવો, લૂંટફાટ, અને સરકારી કામકાજમાં અવરોધ નાખવાનો ગુનો નોંધી FIR નોંધવામાં આવી છે.