અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, લાંચ નો મુદ્દો ગાજ્યો
રાજકોટ: આજે અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું અને પત્રકારો સાથે ટ્રેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આગામી સ્ટેન્ડિંગ કમિટી જનરલ બોર્ડમાં જે વિગતો મૂકવાની છે તે અંગે માહિતી આપી હતી.
સ્માર્ટ સિટી રાજકોટને વધુ સ્માર્ટ બનાવવા માટે કયા કયા ક્ષેત્રમાં ગ્રાન્ટનો વધારો કરવામાં આવશે ઉપરાંત વધારાના સિગ્નેચર બ્રિજ સિક્સલેન રોડ માટેની દરખાસ્ત પણ મૂકવામાં આવશે આ બધી માહિતી દરમિયાન પત્રકારોએ ગઈકાલે ચીફ ફાયર ઓફિસર અનિલ મારું કે 1,80,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા તે અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ધેર્યા હતા.
અનિલ મારુ ના લાંચ પ્રકરણ સંદર્ભે જૈમીન ઠાકરે જણાવ્યું હતું કે ભુપેન્દ્રભાઈ ની સરકાર કોઈપણ લાંચ લેતા અધિકારીઓને છોડશે નહીં.આ તેનો દાખલો છે. લાંચ અધિકારીઓ દ્વારા જ લેવામાં આવે છે તેમાં કોઈ પદાધિકારીઓ સામેલ નથી.
આ પણ વાંચો :સાગઠિયા બાદ રાજકોટ મનપાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
ટીઆરપી ગેમ ઝોન કાંડ વખતે ફાયર ઓફિસર ની ધરપકડ થઈ અને તેને જેલમાં મૂકવામાં આવ્યા છે એટલે આ જગ્યા ખાલી હતી સરકારને સીએફઓ ની માગણી કરતા ભુજ ખાતેથી ફાયર ઓફિસરને રાજકોટ મૂકવામાં આવ્યા હતા. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ દેવા માટે ₹3,00,000 ની માગણી કરી હતી જેમાંના એક લાખ 20 હજાર અગાઉ આપી દીધેલા અને એક લાખ 80 હજાર દેવાના હતા ત્યારે જામનગરની એસીબી ઓફિસે સફળ ટ્રેપ દ્વારા અનિલ મારું ને રંગે હાથ ઝડપ્યા હતા.
રોજબરોજ ભ્રષ્ટાચાર ની વિગતો સામે આવતી જાય છે અને ટીઆરપી કાંડ પછી એવું હતું કે આ બધી ભ્રષ્ટાચારની ગતિવિધિ ઓછી થશે પરંતુ તેમાં કશો ફરક પડ્યો નથી તે આ મામલા પછી લોકો ચર્ચા કરી રહ્યા છે.
અનિલ મારું ની પ્રાથમિક તપાસ બાદ જો જેલમાં ધકેલવામાં આવશે તો તેમને નિયમ અનુસાર સસ્પેન્ડ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.
ભ્રષ્ટાચાર સંબંધે કોઈ ચમરબંધીને પણ આ સરકાર છોડવા માગતી નથી