અરવલ્લી: કેમિકલ ફેક્ટરી ભીષણ આગ, કેમિકલ ભરેલા 60 ટેન્કરો બળીને ખાક
અરવલ્લી જીલ્લાના શામળાજીની અસાલ GIDCમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડ ધામ મચી ગઈ હતી છે. સુત્રો દ્વારા મળતી જાણકારી ભીષણ આગમાં કેમિકલથી ભરેલ 60 ટેન્કરો બળીને ખાક થઈ ગયા. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગને કારણે કોઈ જાનહાનીના અહેવાલ નથી. આ આગ કયા કારણોસર લાગી છે તે અંગે કોઇ માહિતી મળી નથી.
અસાલની જીઆઈડીસીમાં આવેલી ત્રણ મહિનાથી બંધ પડેલી એક ફેક્ટરીમાં મોડી રાત્રે ત્રણ કલાકે આગ ફાટી નીકળી હતી. ફેક્ટરી બંધ હોવાથી કોઈ માણસ અંદર હતો નહિ, માત્ર એક ચોકીદાર બહાર હતો. વિકરાળ આગમાં કંપનીમાં 60થી વધારે કેમિકલ ભરેલા ટેન્કરોમાં સળગી ઉઠ્યા હતા, જેને કારણે આગની જ્વાળાઓ દુર દુર સુધી દેખાતી હતી. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હોવાથી આસપાસના લોકો ગભરાય ગયા હતા.
આગ પર કાબુ મેળવવા ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઇડરથી ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી હતી. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે હાજર થઇ ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. આગ લાગવાના કારણ અંગે કોઇ માહિતી મળી નથી.