Pankaj Udhasને સિંગિંગ સિવાય આ વાતમાં પણ હતો રસ, ગુજરાત સાથે છે ખાસ કનેક્શન…

72 વર્ષે પંકજ ઉધાસે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તેમનું આપણા ગર્વીલા ગુજરાત સાથે સ્પેશિયલ કનેક્શન હતું. 17મી મે, 1951ના જન્મેલા જાણીતા ગઝલગાયક Pankaj Udhasનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે. પંકજ ઉધાસનો જન્મ ગુજરાતના રાજકોટ નજીતક આવેલા જેતપુર ખાતે થયો હતો.
ગુજરાતની ધરતી પર જન્મેલા સૂરોના સરતાજે દેશ-વિદેશમાં નામના મેળવી હતી. ગુજરાત સાથેના પંકજ ઉધાસના કનેક્શન સિવાય એક એવી વાત પણ છે કે જેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ હશે.
એ વાત એવી છે કે પંકજ ઉધાસ એક કુશળ અને સફળ સિંગર હોવાની સાથે સાથે જ એક સક્સેસફૂલ એક્ટર પણ હતા અને તેમણે અનેક ગુજરાતી, હિન્દી ફિલ્મો, ટેલિવિઝન શોમાં એકેટિંગ કરી હતી. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે પંકજ ઉધાસને તેમની એક્ટિંગ સ્કીલ માટે ઘણા બધા પુકસ્કાર એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે અને તેઓ ઈન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અને આદરણીય કલાકારોમાંથી એક છે. તેમની પ્રતિભા અને સિદ્ધિઓને હંમેશા યાદ કરવામાં આવશે.
પંકજ ઉધાસે 1980ના દાયકામાં તેમના કરિયરની શરૂઆત કરી હતી અને તેમના મોસ્ટ ફેમસ ગીતો વિશે વાત કરીએ તો તેમાં ચિત્કારા, મેં તો કહી દીયા, તુજે દેખા તો યે જાના સનમ અને જિંદગી કા સફર જેવા ગીતોનો સમાવેશ થાય છે. આ સિવાય પણ તેમણે અનેક ગીતો ગાયા છે જે લોકોના દિલો પર હજી પણ રાજ કરે છે.