સુરતમાં વધુ એક શિશુનું અંગ દાન: જન્મના 100 કલાક બાદ શિશુના અંગોએ 4 જીવનમાં આશા પ્રગટાવી
અમદાવાદ: સુરતમાં વધુ નવજાત શિશુ જીવન દાતા બન્યું. જન્મના 48 કલાક બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયેલા શિશુના અંગ દાને ચાર જીવનમાં નવી આશા પ્રગટાવી છે. પુત્રને બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ માતાપિતાએ બાળકના અંગોનું દાન કારણો હિંમતભેર નિર્ણય લીધો હતો. એક અઠવાડિયા અગાઉ જ સુરતમાં જ શિશુના અંગદાનનો કિસ્સો બન્યો હતો.
મળતી માહિતી મુજબ ડાયમંડ યુનિટના કર્મચારી પત્નીને સોનોગ્રાફી માટે લઈ ગયા હતા ત્યારે ડૉક્ટરોએ ડિલિવરી માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. 23મી ઓક્ટોબરની સાંજે સિઝેરિયન ડીલીવરી કરાયા બાદ જન્મેલા બાળકના ધબકારા સામાન્ય કરતા માત્ર 15 ટકા જ હતા, તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, બાળક રડતું ન હતું, તેના શરીરમાં કોઈ હલનચલન ન હતી. 48 કલાકના ઓબ્ઝરવેશાન બાદ ડોકટરોએ બાળકને બ્રેઈન ડેડ જાહેર કર્યું હતું.
સુરતમાં જ તાજેતરના શિશુના અંગ દાનના કિસ્સાથી વાકેફ દંપતીએ તેમના માતાપિતાની મંજૂરી સાથે બાળકનું અંગદન કરવાનું નક્કી કર્યું હતું. બાળકનો જન્મ 23 ઓક્ટોબરે સાંજે અંદાજે 7.50 વાગ્યે થયો હતો. બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ શુક્રવારે રાત્રે તેની કિડની, કોર્નિયા અને બરોળ સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના જણાવ્યું હતું કે પરિવાર પર આવી પડેલા આઘાત છતાં, માતાપિતાના આ ઉમદા નિર્ણયથી ઘણાને આશા અને નવું જીવન મળ્યું છે.