આપણું ગુજરાત

Surat માં વધુ એક હીટ એન્ડ રન, 10 બાઇક ઉડાવી ત્રણ લોકોને ગંભીર ઇજા

સુરતઃ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ કારને દોડાવી રહેલા નશાની હાલતમાં ચાલકે 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહનચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી. જોકે, લોકોએ પીછો કરી આ કારચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો.

લોકોને ગંભીર ઈજાઓ પહોંચી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુરુવારે મોડી રાતે વેસુ કેનાલરોડ પર એક સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી કારે રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લીધી હતી. જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

કારચાલકની પોલીસે ધરપકડ કરી

આ અકસ્માત કર્યા બાદ કારના પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. આ દરમિયાન અકસ્માતની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસની થોડીવારમાં પીસીઆર વાન પણ પહોંચી ગઈ હતી અને કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button