આપણું ગુજરાતમહારાષ્ટ્ર

અકસ્માતનો ભોગ બનેલી વૃદ્ધાને હૉસ્પિટલને બદલે નાયગાંવ નજીક હાઈવે પર ફેંકી

મુંબઈ: દહિસરમાં 74 વર્ષની વૃદ્ધાને બાઈકની અડફેટે લઈ તેનું મૃત્યુ નીપજાવવા અને પછી હૉસ્પિટલમાં લઈ જવાને બહાને તેનો મૃતદેહ ભાયંદર નજીક નાયગાંવ ખાતે ફેંકી દેવા પ્રકરણે એમએચબી કોલોની પોલીસે રિક્ષા ડ્રાઈવર અને બાઈકસવાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 30 મેના રોજ બની હતી. દહિસર પૂર્વમાં બ્રિજ પર બાઈકે વૃદ્ધાને અડફેટે લીધી હતી. બાઈક પર બે યુવાન સવાર હતા. રાહદારીઓએ એક રિક્ષાને રોકી વૃદ્ધાને હૉસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. જોકે આરોપીએ ઘટનાની જાણ પોલીસને કર્યા વિના વૃદ્ધાને નાયગાંવ પરિસરમાં ફેંકી દીધી હતી.

આ પણ વાંચો: સગીરે બેફામ ફોર્ચ્યુનર કાર ચલાવી સગીર બાળકીને અડફેટે લીધી; સારવાર દરમિયાન બાળકીનું મોત

પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ લક્ષ્મી સયાની તરીકે થઈ હતી. અમુક સમયે ચૅરિટી કરનારી વૃદ્ધા સવારે ઘરથી નીકળ્યા પછી સાંજે પાછી ફરતી હતી. 30 મેના રોજ બોરીવલી પશ્ર્ચિમમાં શિંપોલી ખાતે રહેતી વૃદ્ધા મોડી રાત સુધી ઘરે પાછી ન ફરતાં પૌત્ર ગણેશે તેની શોધખોળ શરૂ કરી હતી. દાદીની કોઈ ભાળ ન મળતાં ગણેશે એમએચબી કોલોની પોલીસમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.

ત્રણ દિવસની શોધખોળ બાદ સોમવારે ગણેશને નાયગાંવ પોલીસ સ્ટેશનમાંથી ફોન કર્યો હતો. ગણેશની દાદીના વર્ણન જેવી વૃદ્ધાનો મૃતદેહ બીજી જૂને ભિવંડી હાઈવે પરથી મળી આવ્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નાલાસોપારાની હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હૉસ્પિટલ પહોંચી ગણેશે દાદીના મૃતદેહને ઓળખી કાઢ્યો હતો.

આ પ્રકરણે પોલીસે અજાણ્યા રિક્ષા ડ્રાઈવર અને બાઈકસવાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 201, 279, 304એ, 337 અને 338 તેમ જ મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે