અમૂલની મોટી પહેલ: ડુપ્લિકેટ પ્રોડક્ટ અને ભેળસેળ અટકાવવા દરેક પ્રોડક્ટ પર QR કોડ ફરજિયાત | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

અમૂલની મોટી પહેલ: ડુપ્લિકેટ પ્રોડક્ટ અને ભેળસેળ અટકાવવા દરેક પ્રોડક્ટ પર QR કોડ ફરજિયાત

અમદાવાદઃ ગુજરાતમાં ખાણી-પાણીની બનાવટી વસ્તુઓ ઝડપાતી હોવાની ઘટના બહાર આવતી હોય છે, ત્યારે બનાવટી ઘી, દૂધ અને તેના ઉત્પાદનોને લઈને અમૂલ મિલ્ક ફેડરેશને આજે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમૂલે તેના તમામ ઉત્પાદનો પર ક્યુઆર કોડ લગાવાનો નિર્ણય લીધો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડુપ્લિકેટ પ્રોડક્ટ અટકાવવા માટે અમૂલ દ્વારા આ નિર્ણય કર્યો હતો, જેથી સામાન્ય લોકો પણ ક્યુઆર કોડ થકી પ્રોડક્ટ લગતી માહિતી મેળવી શકે.

ડુપ્લિકેશન અને ભેળસેળને અટકાવવા માટે આ પહેલ

આ મામલે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ સમગ્ર વિગતો આપી હતી. અમૂલ ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, બજારમાં ચાલતા ડુપ્લિકેશન અને ભેળસેળને અટકાવવા માટે આ પહેલ શરુ કરી છે. હાલ મોટા ભાગના ઉત્પાદનો પર આ સુવિધા શરૂ કરાઈ છે. જોકે, આગામી દિવસોમાં અન્ય બાકી તમામ પ્રોડક્ટ પર પણ ક્યુઆર કોડ લાગુ કરાશે. જેથી ગ્રાહકો છેતરપિંડીથી બચી શકશે.

અમૂલે પોતાની 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યાં

ખાસ કરીને અમૂલની પ્રોડક્ટનું ડુપ્લિકેશન અટકાવવા અમૂલની દૂધ, ઘી, માખણ સહિતની પ્રોડક્ટ ઉપર ક્યુઆર કોડ ફરજિયાત કરવામાં આવ્યો છે. આમ ક્યુઆર કોડ થકી ગ્રાહક જે-તે વસ્તુના ઉત્પાદન અંગે ખાતરી કરી શકશે. આ પહેલા અમૂલ દ્વારા 700થી વધારે પ્રોડક્ટના ભાવ ઘટાડ્યાં હતાં. જેના કારણે સામાન્ય લોકોને ઘણો ફાયદો થવાનો છે. પરંતુ આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે કે, તે અતિ મહત્વનો છે. કારણ કે, અત્યારે દરેક પ્રકારની ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ અને ડુપ્લિકેશન વધી રહ્યું છે. જેના કારણે અમૂલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button