અમૂલે 700થી વધારે પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, ક્યારથી લાગુ થશે નવી કિંમત?

અમદાવાદઃ અમૂલ એવી બ્રાન્ડ છે જેની અનેક પ્રોડક્ટની દેશ-વિદેશમાં નિકાસ થાય છે. ભારતમાં પણ આ બ્રાન્ડની વસ્તુઓ ખૂબ વેચાય છે. રોજિંદા વપરાશમાં પણ અમૂલની વસ્તુઓ ખૂબ જ ઉપયોગમાં લેવાતી હોય છે. તેવામાં વસ્તુઓના ભાવ ઘટાડ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
જીએસટી દ્વારા સ્લેબમાં ઘટાડ્યો કરવામાં આવ્યો છે. તેવામાં હવે અમૂલ દ્વારા પોતાના વસ્તુઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. GCMMF આજે બટર, ઘી, આઈસ્ક્રીમ, બેકરી જેવી 700 જેટલી વસ્તુઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે.
700થી વધુ પ્રોડક્ટ પર GST ઘટાડાની જાહેરાત
અમૂલ બ્રાન્ડે ખાસ કરીને પેકેજ્ડ ઉત્પાદનોના છૂટક ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. GST દરોમાં ઘટાડા બાદ કંપનીએ આ નિર્ણય લીધો હોવાનું જણાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમામે આ નવી કિંમતો 22મી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 700 થી વધુ પ્રોડક્ટ પેકની કિંમત યાદીમાં સુધારો કરવામાં આવશે. જેનાથી ગ્રાહકોને GST ઘટાડાનો સંપૂર્ણ લાભ મળી શકશે. આ સુધારો 22 સપ્ટેમ્બર, 2025 થી અમલમાં આવશે. આ નિર્ણયના કારણે લોકોને ઘણો ફાયદો થવાનો છે.
નવી કિંમતો 22મી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમૂલે પોતાની 700થી વધુ પ્રોડક્ટ પર GST ઘટાડાની જાહેરાત કરી છે. જેમાં ખાસ કરીને બટર, ઘી, UHT મિલ્ક, આઇસક્રીમ, ચીઝ સહિત અનેક ઉત્પાદનો ભાવ ઘટાડી દેવામાં આવ્યાં છે.
દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે કે કેમ? તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. લોકો એવી અપેક્ષા રાખી રહ્યાં છે કે, દૂધના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવે. કારણ કે, દૂધ રોજિંદા વપરાશમાં સૌથી મહત્વની પ્રોડક્ટ છે.
આ પણ વાંચો…અમૂલ ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત: 13માંથી 11 બ્લોકમાં ભાજપનો વિજય