નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ AMCએ 41 કન્સ્ટ્રક્શન સાઇટ્સ સીલ કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગે 41 અન્ડર કન્સ્ટ્રકશન સાઇટ્સ સીલ કરી હતી. આ સાઇટ્સ નિયમ હેઠળ ફરજિયાત સલામતી નેટ અને એન્ટી પોલ્યુશન શીટ્સનો ઉપયોગ કરી રહી ન હતી. ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા વારંવાર ચેતવણીઓ આપવા છતાં, કોઈ કોઈ પગલા લેવામાં ન આવતા અધિકારીઓએ આ સાઇટ્સને સીલ કરી અને દંડ ફટકાર્યો હતો.
શહેરના પૂર્વ ઝોનમાં 25, દક્ષિણ ઝોનમાં 6, ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં ત્રણ-ત્રણ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક સાઇટ સીલ કરવામાં આવી છે.
સેફટી નેટ વગર ચાલી રહેલુ કન્સ્ટ્રકશન કામ કામદારોના જીવન જોખમમાં નાખે છે. જ્યારે ગ્રીન નેટ ઇન્સ્ટોલેશન ન કરવાથી વધુ ધૂળના અને રજકણોમાં હવામાં ભલે છે, જે વાયુ પ્રદૂષણમાં વધારો કરે છે. જેને કારણે આસપાસના રહેવાસીઓને શ્વસનને લગતી સમસ્યા થાય છે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે.