Top Newsઆપણું ગુજરાત

ટાઈફોઈડના કહેર વચ્ચે AMC એક્શન મોડમાં: પાણીપૂરીના એકમો પર જઈ…

અખાદ્ય બટાકા-ચણાનો કર્યો નાશ, 12 એકમોને માર્યું સીલ…

અમદાવાદ: ગાંધીનગર અને અમદાવાદમાં જેવા મહાનગરોમાં ટાઈફોઈડ અને પાણીજન્ય રોગચાળાનો કહેર વધ્યો છે. જેને લઈને મહાનગરપાલિકાઓ એક્શન મોડમાં આવી છે. જ્યાં ઝાડા-ઊલટી, કમળો અને ટાઈફોઈડના કેસો વધુ છે, ત્યાં અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમોએ પાણીપૂરી તૈયાર કરતા એકમોનું સઘન ચેકિંગ કર્યું હતું. ફૂડ વિભાગે ગંદકીવાળી જગ્યાએ પાણીપૂરી તૈયાર કરતા એકમોનું સઘન ચેકિંગ કર્યું હતું અને વિક્રેતાઓને નોટિસ આપી હતી.

અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

અમદાવાદના જમાલપુર અને બહેરામપુરા જેવા વિસ્તારોમાં, જ્યાં મોટા પાયે પાણીપૂરીનું ઉત્પાદન થાય છે, ત્યાં ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધરીને લાલ આંખ કરી છે. AMCના ફૂડ વિભાગે કુલ 152 એકમોમાં તપાસ કરી હતી, જેમાંથી ગંદકી અને બિન-આરોગ્યપ્રદ સ્થિતિ જણાતા 90 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. ચેકિંગ દરમિયાન આશરે 544 કિગ્રા અખાદ્ય ચણા-બટાકા અને 428 લિટર દૂષિત પાણી તથા ચટણીના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો. ફૂડ વિભાગે વહીવટી ચાર્જ પેટે રૂ. 21,000નો દંડ પણ વસૂલ્યો છે.

ફૂડ વિભાગે શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લઈ તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. જ્યારે એસ્ટેટ વિભાગે રસ્તા પર ગંદકી ફેલાવતી અને અખાદ્ય સામગ્રી વેચતી લારીઓ વિરુદ્ધ જપ્તીની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત તાજેતરમાં AMC દ્વારા પશ્ચિમ ઝોનમાં જાહેર રસ્તા પર કચરો ફેંકી ગંદકી ફેલાવતા 6 એકમોને સીલ કરવામાં આવ્યા છે. જેમાં મોટેરા વિસ્તારમાં મેકડોનાલ્ડ અને KFC ઉપરાંત ફેશન ફેક્ટરી, વેક ફિટ, બીબા ફેશન, એડ્રાઇન ટોનીને પણ સીલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો…ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળા મુદ્દે મુખ્ય મંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક, રોગ નિયંત્રણ અંગે નિર્દેશ આપ્યા…

AMCએ કર્યું ક્લોરિનની ગોળીઓનું વિતરણ

AMC દ્વારા માત્ર દંડ જ નહીં, પરંતુ જનજાગૃતિ અને અટકાયતી પગલાં પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આરોગ્ય કર્મચારીઓએ 939 પાણીપૂરીના વિક્રેતાઓનો સંપર્ક કરી ક્લોરિન ગોળીઓનું વિતરણ કર્યું છે. પાણીપૂરીના પાણીને જંતુમુક્ત કેવી રીતે રાખવું અને સ્વચ્છતાના કયા ધોરણો જાળવવા તે અંગે વિક્રેતાઓને સમજણ આપવામાં આવી રહી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button