આપણું ગુજરાત

ઉદ્યોગપતિના મૃત્યુ બાદ તંત્ર જાગ્યું, AMCએ રખડતા શ્વાનોની નસબંધી અભિયાન તેજ બનાવ્યું

વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું બોપલ વિસ્તારમાં તેમના નિવાસસ્થાન નજીક રખડતા શ્વાનોના હુમલાને કારણે પડી જવાથી મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. AMCના કેટલ કંટ્રોલ એન્ડ ન્યુંસંસ ડીપાર્ટમેન્ટ(CCND) રખડતા શ્વાનોના નસબંધી અભિયાનને ઝડપી બનાવ્યું છે.

AMCએ બોપલથી ઘુમા વિસ્તારમાં લગભગ 200 રખડતા શ્વાનોની ઓળખ કરી હતી. સૂત્રએ જણાવ્યું હતું કે તંત્રએ નસબંધી માટે 40 શ્વાનોને પકડ્યા છે. AMCએ NGOની સામેલગીરીથી વધારવા માટે રૂ. 8 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે.

અહેવાલોના જણાવ્યા મુજબ 2020 થી 2023 સુધી AMCએ રૂ. 9.11 કરોડના ખર્ચે 98,333 શ્વાનોની નસબંધી કરી હતી, છતાં તેની ધારી અસર જોવા મળી રહી નથી. 2020-21માં રૂ. 1.91 કરોડના ખર્ચે 21,502 શ્વાનોની નસબંધી કરવામાં આવી હતી. પછીના વર્ષે વર્ષ 2021-22માં 30,360 શ્વાનોની રૂ.2.7ના ખર્ચે નસબંધી કરવામાં આવી હતી. વર્ષ 2022-23માં 46,471 શ્વાનોની રૂ.4.4 કરોડ ખર્ચે નસબંધી કરવામાં આવી હતી. ચાલુ વર્ષમાં 10 મહિનામાં 25,993 શ્વાનોની નસબંધી કરવામાં આવી હતી, જેની પાછળ રૂ.2.5 કરોડ ખર્ચાયા હતા.

હાલમાં ચાર એનજીઓ શ્વાનોની નસબંધી માટે AMC સાથે જોડાયેલા છે. AMC અધિકારીએ રખડતા શ્વાનોની સમસ્યા પર કાબુ મેળવવા માટે વધુ ભાગીદારોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. AMCનું અધિકારક્ષેત્ર વિસ્તર્યું છે જેનાથી રખડતા શ્વાનોની વસ્તી આશરે 3.75 લાખ થઈ ગઈ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા