અંબાલાલે કહ્યું ઑઁ’ણ દેવ દિવાળી સુધી ધાબડશે વરસાદ; દિવાળી માટે સાડી -સેલા અને શરારા લેવાના હો તો માંડી વાળજો
દિવાળીની તૈયારીમાં રચ્યાં-પચ્યાં હો તો બાવા-જાળાં અને ઘારી રાતડા-મઠિયાં સુધી સીમિત રહી શકો છો,જો કે દિવાળીના નાસ્તા હવાઈને કાગળ થઈ જાય તેવી આગાહી કરતાં અંબાલાલ પટેલે સોય-ઝાટકીને કહી દીધું છે કે આ વખતે દેવ દિવાળી સુધી આ વરસાદ ગુજરાત-મહારાષ્ટ્રનો કેડો નહીં મૂકે. એટલે દિવાળીમાં પહેરવાના સાડી -સેલા કે શરારા ખરીદવાના હો તો કા તો માંડી વાળજો અને ખરીદાઈ ગયા હોય તો પેક જ રાખજો.
અરબી સમુદ્રમાં સર્જાયેલા કેટલાક વમળો અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે- ત્રણ દિવસમાં વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને હવામાન અંગેના જાણકાર અંબાલાલ પટેલે વધુ એક તાબડતોડ આગાહી આગાહીમાં સીધું સટ્ટ જણાવી દીધું છે કે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આગામી 16થી 22 ઓક્ટોબર સુધી વરસાદ વરસતો રહેશે.
દેશમાં કેરલ-મધ્યપ્રદેશ સાથે દેશના કેટલાક વિસ્તારોમાં હવામાને ચોમાસા જેવુ વાતાવરણ સર્જી દેતા, લોકો હતપ્રભ થઈ ગયા છે ખાસ કરીને ખેડૂતને દિશા નથી સૂઝતી કે આ હવામાન આગામી શિયાળુ પાકનો સોથ વાળી દઈ રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાસ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે બાય-બાય નવરાત્રિ માની રહેલા ખેલૈયાઓની નવરાત્રિના રંગમાં ભંગ પડતો જોવા મળી રહ્યો છે.
આપણ વાંચો: વાદળો રૂપી ઘોડા પર સવાર થઈને અંબાલાલ પટેલે કહ્યું, આ ત્રણ દિવસ ભારે !
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે, જેને કારણે રાજ્યભરમાં મહત્તમ તાપમાન લગભગ 5 થી 7 ડિગ્રી જેટલું ગુરુવારથી જ ઘટી ગયું છે. જો કે જ્યાં વરસાદ નથી ત્યાં ઉકળાટ અને બફારાનો જુદો અનુભવ થાય છે.
મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણને કારણે શહેરીજનોને બફારાનો અનુભવ થશે તથા મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટી જવા પામ્યું હતું. જો કે શહેરમાં સાંજ પછી હળવા વરસાદની શક્યતાઓને નકારી શકાતી નથી.
ત્યારે અંબાલાલ પટેલે પોતાની આગામ વાણીને ફરી દોહરાવતા કહ્યું છે કે આગામી 4 દિવસ કદાચ ભારે પડી શકે તેવો વરસાદ ફરી વળે તો નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે શરદ પૂનમની રાત કેવી રહેશે તેની પણ આગાહી કરી જ દીધી છે.