આપણું ગુજરાત

અંબાજીમાં ‘શક્તિ કોરીડોર’ના નિર્માણના પ્રથમ તબક્કાના કામોનું મુખ્યપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અંબાજી: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં કુલ 1,632 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાના રૂપિયા 950 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા છે.

આગામી 25 વર્ષોની યાત્રિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને અંબાજીમાં ‘શક્તિ કોરીડોર’ માટે રૂપિયા 1,632 કરોડનો વિઝનરી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

શક્તિ કોરીડોર માટે રૂપિયા 1,632 કરોડનો પ્લાન તૈયાર

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મુખ્યપ્રધાને અંબાજી કોરિડોરના આ પ્રથમ તબક્કાના જે કામોના ખાતમુહૂર્ત કર્યા છે, તેનાથી આવનારા દિવસોમાં યાત્રિકોને મલ્ટી લેવલ પાર્કિંગ, અન્ડરપાસ રોડ, યાત્રી નિવાસ પાથવે, દિવ્ય દર્શન ચોક, શક્તિપીઠ, એમ્ફી થિયેટર અને લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતની બહુવિધ ટુરિસ્ટ એમેનિટીઝ મળશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવશાળી સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સ્પષ્ટપણે જણાવ્યું કે, આદ્યશક્તિના પરમ ઉપાસક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આદ્યશક્તિપીઠ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે.

આપણ વાચો: આવતીકાલથી અંબાજીમાં આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો થશે શુભારંભ…

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું સફળ આયોજન

લોકોને સંબોધતા મુખ્યપ્રધાનેએ વધુમાં જણાવ્યું હતું કે, 51 શક્તિપીઠોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા અંબાજી ધામના વિકાસ માટેનું વડાપ્રધાનનું વિઝન સાકાર થઈ રહ્યું છે. દર વર્ષે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવે છે, તેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે. તાજેતરમાં યોજાયેલા પરિક્રમા મહોત્સવમાં પાંચ લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો હતો તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

વિવિધ યાત્રાધામોમાં કરોડોના વિકાસકાર્યો પૂર્ણ કરાયા

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોમાં અત્યાર સુધીમાં કરોડોના વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં વધુ વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું છે..

મુખ્ય પ્રધાન સાથે આ બહુવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ પ્રવીણ માળી, ડૉ.જયરામ ગામીત, કમલેશ પટેલ, સ્વરૂપજી ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ, પ્રવાસન સચિવ કુલદીપ આર્યા, યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરઝા, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, અંબાજી સરપંચ સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button