અંબાજી મેળો આજે વિધિવત રીતે સંપન્ન, 7 દિવસમાં 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા

અંબાજી: અંબાજીમાં યોજાયેલ ભાદરવી પૂનમનો મહામેળો (Bhadarvi Poonam Mahamelo 2025) આજે સંપન્ન થઈ ગયો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શન કર્યાં છે.
આ મહામેળા દરમિયાન મોટા પ્રમાણમાં મોહનથાળની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા પણ અંબાજી આવ્યાં હતાં. છેલ્લા બે દિવસથી વરસાદ વિઘ્ન બન્યો હતો, પરંતુ ભક્તો વરસાદી વાતાવરણમાં પણ ચાલવાનું શરૂ રાખ્યું હતું.
આપણ વાંચો: ‘બોલ મારી અંબે, જય જય અંબેના’ના નાદથી ગુંજી અરવલ્લીની ગિરિમાળા: ભાદરવી પૂનમનો મેળો શરૂ
બનાસકાંઠા પોલીસે અંબાના સુવર્ણ શિખરે ધજા ચડાવી
આ દરમિયાન પોલીસ દ્વારા પણ સારી એવી કામગીરી કરવામાં આવી હતી. ભાદરવી પૂનમના પાવન પ્રસંગે મેળો સુખરૂપ અને શ્રદ્ધાથી પૂર્ણ થતા બનાસકાંઠા પોલીસ પરિવારે અંબાના સુવર્ણ શિખરે ધજા ચડાવી હતી.
ભાદરવી પૂનમના આ મહામેળામાં કુલ 40,41,306 ભક્તો આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. બાકીના આંકડાની વાત કરવામાં આવે તો, મેળા દરમિયાન ઉડનખટોલામાં 58,114 યાત્રિકો બેઠા હતાં. ગુજરાત એસટી વિભાગ દ્વારા મેળામાં કુલ 13,525 ટ્રિપ મારવામાં આવી જેમાં કુલ 05,92,420 લોકો મુસાફરી કરી હતી. મેળા દરમિયાન કુલ 3,072 ધજા રોહણ કરવામાં આવી હતી.
આપણ વાંચો: અંબાજીના પ્રસાદ માટે આવેલા ઘી મામલે અધિકારીએ શું કહ્યુંઃ
23 લાખ પેકેટ મોહનથાળનું વિતરણ કરવામાં આવ્યું
મેળા દરમિયાન આપવામાં આવેલ ભોજનની વાત કરવામાં આવે તો, 04,69,411 ભક્તોએ મંદિરમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. જ્યારે પ્રસાદ વિતરણમાં 23,20,802 મોહનથાળના પેકેટ અને 35,811 ચીકીના પેટેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મેળા દરમિયાન થયેલી આવકની વાત કરવામાં આવે તો, ભંડાર/ગાદી પર કુલ 02,71,30,928 રૂપિયાની આવક નોંધાઈ છે. 03,47,672 લોકોને મેળામાં આરોગ્ય સારવાર આવવામાં આવી છે. આ મહામેળા દરમિયાન 232.610 ગ્રામ સોનાની અને 500 ગ્રામ ચાંદીની આવક થઈ છે.