આપણું ગુજરાત
લોકસભા સાથે 26 વિધાનસભા બેઠકની પણ ચૂંટણી, ગુજરાતની પાંચનો સમાવેશ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે લોકશાહીમો આ સૌથી મોટો પર્વ 19મી એપ્રિલથી 1લી જૂન સુધી ચાલશે. આ દરમિયાન અલગ અલગ રાજ્યોમાં તબક્કાવાર ચૂંટણી યોજાશે ત્યારે જે વિધાનસભાની જગ્યા ખાલી છે ત્યાં પણ પેટાચૂંટણી યોજાવાની છે. દેશની કુલ 26 વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ મતદાન યોજશે, જેમાં ગુજરાતની પાંચ બેઠકનો સમાવેશ થાય છે.

જે તે રાજ્યોની લોકસભાના મતદાન સાથે જ મતદારોએ પોતાની વિધાનસભા માટે પણ મતદાન કરવાનું રહેશે. ગુજરાતમાં વાઘોડીયા, ખંભાત, પોરબંદર, માણાવદર, વિજાપુરની બેઠક પર ફરી ચૂંટણી થશે. આ તમામ બેઠકોનું પરિણામ પણ ચોથી જૂન આવશે.