આપણું ગુજરાત

દારૂ માટે હેલ્થ પરમિટ લેવામાં સમગ્ર ગુજરાતમાં જામનગર મોખરે, જાણો શું કહે છે આંકડા…

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દવાના ભાગરૂપે અમુક શરતોને આધીન અહીં હેલ્થ પરમિટ આપવામાં આવતી હોય છે. પરંતુ કેટલીક વખત આ હેલ્થ પરમિટ વિવાદાસ્પદ રહેતી હોય છે. અત્યારે પણ એક આશ્ચર્ય પમાડે તેવી વાત પ્રકાશમાં આવી છે. હેલ્થ પરમિટધારકોમાં સૌથી પહેલા ક્રમાંકે જામનગરવાસીઓ આવે છે. જામનગરના લોકોએ સૌથી વધારે દારૂ માટે હેલ્થ પરમિટ લીધી છે. અત્યારે જે આંકડો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને વિવાદ સર્જાયો છે. એટલું જ નહીં પરંતુ આ મુદ્દો હવે ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

જામનગરમાં 15.9 ટકા પરમિટ ધારકો 2025માં નોંધાયા

આ અંગેના આંકડા જોઈએ તો અમદાવાદમાં 5 ટકા, સુરતમાં 6.9 ટકા, રાજકોટમાં 12.7 ટકા, વડોદરામાં 14.8 ટકા, ગાંધીનગરમાં 13.75 ટકા પરમિટ ધારકો છે, પરંતુ એકલા જામનગરમાં 15.9 ટકા પરમિટ ધારકો 2025માં નોંધાયા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. જોકે બીજી બાજુ એક્ટિવ હેલ્થ પરમિટ ધારકોની સંખ્યા ઓછી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

હેલ્થ પરમિટ માટે સૌથી વધારે અરજી ક્યાંથી આવે છે?

સામાન્ય રીતે અમદાવાદ, સુરત જેવા શહેરોમાંથી હેલ્થ પરમિટ માટે વધારે અરજી આવતી હોવાનું આપણે માનતા હોઈએ છીએ, પરંતુ 2025માં જામનગરમાંથી વધારે અરજી આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે વર્ષ 2025માં માત્ર 500 નવી હેલ્થ પરમિટ માટે અરજી આવી હતી, જેમાંથી લગભગ 150 જેટલી અરજી જામનગરમાંથી આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે અરજી રિન્યુ કરનારાઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button