અમદાવાદમાં નબીરાઓ બેફામ: સિંધુ ભવન રોડ પર મર્સિડિઝ કારે બે કારને અડફેટે લીધી

અમદાવાદમાં નબીરાઓ બેફામ: સિંધુ ભવન રોડ પર મર્સિડિઝ કારે બે કારને અડફેટે લીધી

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાની યાદ હજુ તાજી છે ત્યાં અમદાવાદમાં દિવાળીની મોડી રાત્રે નબીરાઓએ રેસની મજામાં લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. શહેરના સિંધુભવન રોડ પર મર્સિડીઝ અને ઓડી કાર લઈને નીકળેલા નબીરાઓએ રેસ લગાવી હતી, જેમાં મર્સિડીઝ ગાડીના ચાલકે બે ગાડીને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. સોમવારે સવારના 03: 26 મિનિટે આ અકસ્માત સર્જાયો હતો.

સુત્રોના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર મર્સિડીઝ કાર રિશીત પટેલ નામનો યુવક ચલાવતો હતો. મર્સિડીઝ ચાલકની સ્પીડ એટલી હતી કે અન્ય કારને ટક્કર લાગ્યા બાદ મર્સિડીઝ એટલી બેકાબૂ થઈ હતી કે એક વ્હીલ નીકળી ગયું હોવા છતાં 500 મિટર જેટલી ઢસડાતી રહી. બાદમાં અકસ્માતની જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી.

મર્સિડીઝ કારે વર્ના કારને ટક્કર મારી હતી, જેમાં બેઠેલા પરિવારને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો. નબીરાના પરિવારજનો આવીને મારામારી પણ કરી હતી. કારમાંથી નંબર પ્લેટ સહીત પૂરાવા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મર્સિડીઝ કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ સગેવગે કર્યાના હોવાના આરોપ છે.

આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે, જેમા મર્સિડીસ કાર પૂરપાટ ઝડપે જતી દેખાઈ હતી. નોંધનીય છે કે,  કેટલાક મહિનાઓ પહેલા તથ્ય પટેલ નામના યુવકે પુરપાટ વેગે જેગુઆર કાર ચલાવીને  ઇસ્કોન બ્રિજ પર અકસ્માત 9 લોકોના જીવ લીધા હતા, તથ્ય પટેલ હાલ જેલમાં છે

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button