અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝ

રથયાત્રામાં પાંચ ભક્તો બેભાન તો પાંચ બાળક વિખૂટાં પડ્યા

અમદાવાદઃ ભગનવાન જગન્નાથની રથયાત્રા સરસપુર પહોંચી છે ત્યારે અત્યાર સુધીમાં ગરમી અને બફારા તેમ જ ભીડને કારણે પાંચ ભક્તો બેભાન થયાના સમાચાર છે જ્યારે પાંચ બાળકો માતા-પિતાથી છૂટા પડ્યા છે. જોકે આ તમામ માટે સુવિધાઓ હોય છે અને છૂટા પડેલા બાળકોના માતા-પિતાને શોધવા માટે પોલીસની ખાસ ટીમ તહેનાત હોય છે. જોકે આ ઉપરાંત રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. વાતાવરણને લીધે ભક્તો થોડી અકળામણ અનુભવી રહ્યા છે. અમદાવાદમાં હજુ એક સારા વરસાદની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે ત્યાર આજે અષાઢી બીજના જ ભગવાન કૃપા કરે તેવી પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યા છે.

દરમિયાન સવારે સાત વાગ્યાથી જગતના નાથ બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ નિકળ્યા છે, ગૃહપ્રધાન અમિત શાહ ચાર વાગ્યે મંગળા આરતી કરી હતી. તેમજ CM ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી હતી. ત્યાર બાદ રથને પ્રસ્થાન કરાયુ હતુ. ત્યારે રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ અને ટ્રક સરસપુર પહોંચી ગયા છે. અખાડા કાલુપુર સર્કલથી આગળ સરસપુર જવા રવાના થયા છે. ભગવાનના ત્રણેય રથ રાયપુર ચકલા પછી ખાડિયા તરફ જઈ રહ્યા છે.

રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ અને ટ્રક સરસપુર પહોંચી ગયા છે. સરસપુરમાં ગજરાજના આગમન સાથે જ ભક્તોએ જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોરના નારા લગાવ્યા હતા. ભગવાનના મોસળ સરસપુરમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

સરસપુરમાં ટ્રક આવી પહોંચતા તેમાં અનેક ભક્તો પણ જોડાયા હોય છે તે સાથે જ લાખો ભક્તોને ભીડ સરસપુર ખાતે ઉમટી છે. આથી કોઈ ભક્ત સરસપુર ભગવાનના મોસાળથી ભૂખ્યા ન જાય તે માટે દરેક પોળના સ્વયંસેવકો સેવામાં જોડાયા છે અને ભોજન ગ્રહણ કરાવી રહ્યા છે. ત્યારે સરસપુરની લુહાર શેરીમાં છેલ્લા 48 વર્ષથી સૌથી મોટુ રસોડુ ચાલે છે. 5000 ભક્તો પ્રસાદ લઈ શકે તેવું આયોજન છે. આ વર્ષે રથયાત્રામાં 1100 કિલો બટાકા, 1000 કિલો લોટની પૂરી, 1600 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button