આપણું ગુજરાત

ખેડા સિરપકાંડ બાદ રાજ્યની પોલીસ સફાળી જાગી, અનેક સ્થળો પર દરોડા

ગાંધીનગર: ખેડા જીલ્લામાં શકાસ્પદ સિરપ પીધા બાદ 5 લોકોના મોત થતા રાજ્યનું પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. પોલીસે રાજ્યભરમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે પડેલા દરોડામાં મહેસાણા જીલ્લામાંથી સિરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો, ત્યાર બાદ રાજ્યના વિવિધ શહેરોમાંથી દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મોરબી, અમરેલી, અમદાવાદ, બોટાદ જીલ્લામાંથી શંકાસ્પદ આયુર્વેદિક સિરપનો જથ્થો મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર મહેસાણામાં પોલીસની ટીમે સિરપના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે ગુજરાત ડેરી નામના પાર્લરમાંથી 2,313 બોટલ સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની કિંમત 3,46,950 રૂપિયા થાય છે. ઊંઝામાંથી પણ શંકાસ્પદ આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપાયો હતો.

અમરેલીના બાબરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આયુર્વેદીક સીરપનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બાબરાની એક પાનની દુકાનમાંથી 75 પેટી સીરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એક પેટીમાં 40 બોટલ સાથે કુલ મળી 3000 હજાર સીરપની બોટલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. જેની કુલ કિંમત  રૂપિયા 4 લાખ 50 હજાર રૂપિયા થાય છે.

બોટાદ જીલ્લામાં પણ આયુર્વેદિક સિરપની બોટલો પકડી પાડવામાં આવી હતી. પોલીસે ગઢડા શહેરના એક આઈસ્ક્રીમના ગોડાઉનમાંથી સિરપની 80 બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત 12 હજારથી વધુ થાય છે,  તપાસ માટે સિરપના સેમ્પલ સોરેન્સિક સાયન્સ વિભાગને મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

મોરબી જીલ્લામાંથી પણ શંકાસ્પદ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. મોરબીના પીપળી રોડ પર ઓમ કોમ્પલેક્ષમાં પોલીસે દરોડા પાડ્યા હતા. એક કિરાણા સ્ટોરમાંથી સીરપ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે 80 બોટલ આયુર્વેદિક સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો.

વડોદરા પોલીસે 20થી વધુ મેડિકલ સ્ટોર્સમાં સિરપનું ચેકિંગ હાથ ધાર્યું હતું. જોકે કોઈપણ શંકાસ્પદ સિરપ મળી આવી નથી.

અમદાવાદમાં પણ તપાસ શરુ કરવામાં આવી હતી. એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે શંકાસ્પદ સ્થળે તપાસ હાથ ધરી હતી. જેમા એક આરોપી ઝડપાયો હતો. પ્રતિબંધીત NITRAZEPAM TABLETSના 49 નંગ તથા તેના મિશ્રણવાળા કુલ 18 લીટર પ્રવાહી સાથે એક શખ્સ ઝડપી પડ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો