ગુજરાતમાં 1.2 અબજ ડોલરના ખર્ચે કોપરનો પ્લાન્ટ બનાવવાની અદાણી ગ્રુપની મોટી જાહેરાત
અમદાવાદ: સ્ટીલ અને એલ્યુમિનિયમ પછી કોપર એ ત્રીજી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઔદ્યોગિક ધાતુ છે. ઝડપથી વિકસતા રિન્યુએબલ એનર્જી, ટેલિકોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીઝને કારણે તેની માંગ વધી રહી છે. (adani copper plant in gujarat) ભારતનું તાંબાનું ઉત્પાદન આ માંગને પહોંચી વળવામાં અસમર્થ રહ્યું છે અને સ્થાનિક પુરવઠામાં વિક્ષેપને કારણે આયાતી કોપર પર નિર્ભરતા વધી છે. જેને પહોચી વળવા માટે અદાણી ગ્રૂપ ગુજરાતમાં એક મોટું સાહસ કરવા જઈ રહ્યું છે.
વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતના મુન્દ્રામાં બનાવવામાં આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગૌતમ અદાણિનું અદાણિ ગ્રૂપ આ પ્લાન્ટ ભારતની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં અને એનર્જી ટ્રાન્ઝિશન ક્ષેત્રે મદદ કરશે.
આ બાબતની જાણકારી ધરાવતા બે સૂત્રોએ જણાવ્યું હતું કે 1.2 અબજ યુએસ ડોલરના રોકાણ સાથે બનાવવામાં આવેલ આ પ્લાન્ટ માર્ચના અંત સુધીમાં પ્રથમ તબક્કાનું સંચાલન શરૂ કરશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટ 10 લાખ ટનની ક્ષમતા સાથે માર્ચ 2029 સુધીમાં પૂર્ણ પાયે કામગીરી શરૂ કરશે.
ચીન અને અન્ય દેશોની જેમ ભારત પણ તાંબાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરી રહ્યું છે, જે ફોસઇલ ફ્યુઅલનો ઉપયોગ ઘટાડવા માટે મહત્વનું મેટલ છે. ઈલેક્ટ્રિક વાહનો (EV), ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ફોટોવોલ્ટેઈક (PV), પવન ઉર્જા અને બેટરી જેવી એનર્જિ ટ્રાન્સિટ માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓને તાંબાની જરૂર પડે છે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ (KCL) બે તબક્કામાં વાર્ષિક 1 મિલિયન ટન ક્ષમતાનો કોપર રિફાઇનરી પ્રોજેક્ટ સ્થાપી રહી છે. પ્રથમ તબક્કામાં પ્રતિવર્ષ પાંચ લાખ ટનની ક્ષમતા શરૂ કરવામાં આવશે. આ માટે, KCLએ જૂન 2022માં ધિરાણ મેળવ્યું હતું.
સૂત્રો તરફથી જાણવા મળતી વિગતો મુજબ “અદાણી ગ્રુપ રિસોર્સીસ બિઝનેસ, લોજિસ્ટિક્સ, રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેની મજબૂત સ્થિતિનો લાભ ઉઠાવીને કોપર બિઝનેસમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે,” તેમણે કહ્યું કે ભારતમાં માથાદીઠ તાંબાનો વપરાશ લગભગ 600 ગ્રામ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 3.2 કિગ્રા છે. તેમણે કહ્યું, “ક્લીન એનેર્જી સિસ્ટમ તરફ ભારતની ગતિ, ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો અને ઘણી સંબંધિત એપ્લિકેશનોથી 2030 સુધીમાં સ્થાનિક કોપરની ડિમાન્ડ બમણી થવાની અપેક્ષા છે.”
તેમણે જણાવ્યું હતું કે, “અદાણી ગ્રૂપ એનેર્જી ટ્રાન્ઝિશન એરિયામાં ભારે રોકાણ કરી રહ્યું છે, જેમાં તાંબુ મુખ્ય ભૂમિકા ભજવશે. ગ્રૂપ તેની હાલની ક્ષમતાઓને અડીને આવેલા વિસ્તારોમાં પોતાનો વ્યાપ વધારી રહ્યું છે, જે તાંબાના વ્યવસાયને વ્યૂહાત્મક રીતે યોગ્ય બનાવે છે.”
છેલ્લા પાંચ વર્ષથી ભારતની કોપરની આયાત (Copper import in india) સતત વધી રહી છે.નાણાકીય વર્ષ 23માં દેશમાં 7,50,000 ટન તાંબાનો વપરાશ થયો હોવાનો અંદાજ છે. ગ્રીન એનર્જી ઉદ્યોગની ભારે ડિમાન્ડને કારણે 2027 સુધીમાં આ જથ્થો વધીને 1.7 મિલિયન ટન થવાની ધારણા છે.
લગભગ 25 ટન સોનું, 250 ટન ચાંદી, 1.5 મિલિયન ટન સલ્ફ્યુરિક એસિડ અને 250,000 ટન ફોસ્ફોરિક એસિડ સહિતની બાયપ્રોડક્ટ સાથે આ પ્લાન્ટ ફેઝ-1માં દર વર્ષે 500,000 ટન રિફાઈન્ડ કોપરનું ઉત્પાદન કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે બીજા તબક્કામાં વિસ્તરણથી રિફાઈન્ડ કોપરની ક્ષમતામાં દર વર્ષે 10 લાખ ટનનો વધારો થશે.
અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, “કોપર કોમ્પ્લેક્સ (તબક્કો-1)નું નિર્માણ એડ્વાન્સ સ્ટેજમાં છે, અને પ્લાન્ટ 2024 માં કાર્યરત થવાની અપેક્ષા છે.”
અદાણીનો કોપર પ્લાન્ટ એવા સમયે આવી રહ્યો છે જ્યારે વેદાંત લિમિટેડ તમિલનાડુના તુતીકોરીનમાં લાંબા સમયથી બંધ પડેલા 400,000 ટનના પ્લાન્ટને ફરીથી ખોલવા માંગે છે. દેશનું સૌથી મોટું કોપર સ્મેલ્ટર હાલમાં હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સંચાલિત છે, જેની ક્ષમતા 0.5 મિલિયન ટન છે.